Sabarkantha News: પશુપાલકોને પડ્યા પર પાટું, સાબર ડેરીએ સાબરદાણના ભાવમાં કર્યો તોતિંગ વધારો

By: Nation Gujarat Team
12 Sep, 2026

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના લાખો પશુપાલકો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. પશુપાલન ક્ષેત્રે અગ્રણી ગણાતી સાબરડેરી દ્વારા પશુઓ માટેના મુખ્ય ખોરાક એવા ‘સાબરદાણ’ના ભાવમાં આજથી મોટો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. ડેરી તંત્ર દ્વારા સાબરદાણ પ્લાસ્ટિક બેગના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લેવાતાં પશુપાલકોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે.

પશુદાણની થેલી દીઠ રૂ. 220 નો ઝીંકાયો વધારો

સાબરડેરી દ્વારા કરાયેલા ભાવવધારાના આંકડા પર નજર કરીએ તો, સાબરદાણ પ્લાસ્ટિક બેગના ભાવમાં સીધો રૂ. 220 નો વધારો કરવામાં આવ્યો છે.

  • જૂનો ભાવ: રૂ. 1530 પ્રતિ બેગ
  • નવો ભાવ: રૂ. 1750 પ્રતિ બેગ
  • ચોખ્ખો વધારો: રૂ. 220 પ્રતિ બેગ

આ આજથી જ અમલી બની જતાં પશુપાલકોને હવે દરેક બેગ ખરીદવા પર રૂ. 220 વધુ ચૂકવવા પડશે.


Related Posts

Load more