MLA Imran Khedawala Controversy: ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભાના ત્રણ દિવસીય ચોમાસા સત્રના પ્રારંભે જ વિવાદ સામે આવ્યો છે. સત્રની શરૂઆત વખતે ગૃહમાં વંદે માતરમ ગાનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગૃહના તમામ સભ્યોએ ઊભા થઈને વંદે માતરમ ગાન ગાયું હતું.
આ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા દ્વારા અણછાજતું વર્તન કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. સત્રના પ્રારંભે વંદે માતરમ ગાન વાગી રહ્યું હતું ત્યારે અન્ય તમામ ધારાસભ્યો ઊભા થઈ ગયા હોવા છતાં, ઇમરાન ખેડાવાલા પોતાની જગ્યા પર જ બેસી રહ્યા હતા અને ઊભા થયા ન હતા.
આ ઘટનાને લઈને ગૃહમાં રાજકીય ગરમાવો આવ્યો હતો. ભાજપના ધારાસભ્યો દ્વારા આ બાબતે કોમેન્ટ કરવા છતાં પણ કોંગ્રેસના MLA ઇમરાન ખેડાવાલા પોતાની જગ્યા પરથી ઊભા થયા ન હતા, જેને લઈને વંદે માતરમ ગીતના અપમાનનો મુદ્દો ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે.