અમદાવાદની આનંદ નિકેતન સ્કૂલમાં વાલીઓનો વિરોધ અને વિવાદ વચ્ચે શાળાનું શૈક્ષણિક કાર્ય હજુ પણ બંધ

By: Nation Gujarat Team
17 Aug, 2026

અમદાવાદની આનંદ નિકેતન સ્કૂલમાં વાલીઓનો વિરોધ અને વિવાદ વચ્ચે શાળાનું શૈક્ષણિક કાર્ય હજુ પણ બંધ છે. મળતી માહિતી મુજબ, 11 ઓગસ્ટથી શાળામાં રજા જાહેર કરવામાં આવી છે અને આજે પણ શાળામાં નિયમિત શૈક્ષણિક કામગીરી શરૂ થઈ નથી.

શાળામાં રજા જાહેર કરવામાં આવી હોવાનો આક્ષેપ

વાલીઓ દ્વારા હોબાળો કરવામાં આવ્યા બાદ શાળામાં રજા જાહેર કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને શાળામાં આપવામાં આવતા ભોજનમાંથી કાચનો ટુકડો મળી આવવાના મામલે વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો.


Related Posts

Load more