મકર:
ધીરજ અને જવાબદારી રાખવી હિતાવહ છે, ઉશ્કેરાટથી બચવું જેથી કોઈની સાથે તકરાર ન થાય તેનું ધ્યાન રાખવું હિતાવહ છે. જરૂર જણાય ત્યાં ચોખવટ પણ રાખવી. અંગત કાર્યમાં સમયનો વ્યય થાય તેવું પણ બને. થાકની અસર કામના અંતે વધુ દેખાય.
કુંભ:
આત્મવિશ્વાસ અને કાર્ય રુચિ વધુ દેખાય, તમારી વાણી પર તમારો પ્રભાવ સારો રહે, કોઈ અગત્યની મુલાકાત સફળ થવાની વાત બનવા જોગ છે. ક્યાંક મુસાફરીનું આયોજન સંભવિત બની શકે છે. ઉત્સાહ સારો જોવા મળે જેની સારી અસર તમારા વ્યક્તિત્વ પર પણ પડે.
મીન:
સ્વભાવમાં થોડી ધીરજ અને તકેદારી રાખવી, વાતચીત કરવામાં કાળજી રાખવી, જેથી ક્યાંય ગેરસમજ ન થાય. નવું કોઈ આયોજન સંભવિત બની શકે છે, જેનો ઉત્સાહ અને ખુશીનો ભાવ જોવા પણ મળી શકે. થાકની અસર થોડી વધુ રહે તેવું બની શકે છે. આરામ કરવાની વૃત્તિ રહે.