ગુજરાતી સિંગર કિંજલ રબારીએ પ્રેમી સાથે ભાગીને કર્યા આંતરજ્ઞાતિય લગ્ન! વીડિયો વાયરલ કરી કહ્યું- હવે જીવનું જોખમ

By: Nation Gujarat Team
12 Mar, 2026
પાટણ: ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી પ્રેમલગ્ન, આંતરજ્ઞાતિય લગ્ન અને ભાગેડું લગ્નનો મુદ્દો ભારે ગરમાયો છે. આ વચ્ચે આગાઉ ગુજરાતી સિંગર કિંજલ દવે અને આરતી સંઘાણી બાદ હાલ વધુ એક ગુજરાતી સિંગરનો આંતરજ્ઞાતિય લગ્નનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. હાલ સિંગર કિંજલ રબારીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરીને પોતે આંતરજ્ઞાતિય લગ્ન કર્યા હોવાનું જણાવ્યું છે, સાથે જ તેણીએ પોતાને તથા તેના પતિને જીવનું જોખમ હોવાની જણાવી પોલીસ પાસે સુરક્ષાની માંગ કરી છે.
વિગતે વાત કરીએ તો, મુળ પાટણ જીલ્લાના રાઘનપુર તાલુકાના સિનાડ ગામની વતની ગુજરાતી સિંગર કિંજલ રબારીએ હાલ સોશિયલ મીડિયા પર એક વીડિઓ વાયરલ કર્યો છે. તેણીએ પોતાના મરજીથી પોતાના પ્રેમી અશોક ચૌધરી સાથે આંતર જ્ઞાતિ લગ્ન કર્યા હોવાની વાત રજૂ કરી છે અને હાલ સોશિયલ મીડિયા પર આ બાબતનો વિરોધ જોવા મળતા તેણીએ પોલીસ પાસે સુરક્ષાની માંગ કરી છે.
વાયરલ વીડિયોમાં કિંજલ રબારી કહી રહી છે, તેણીએ સોશિયલ મીડિયામાં પોતાના પતિ વિરુદ્ધ લખાણ જોયું હતું. પરંતુ આ વિરોધ યોગ્ય નથી, કારણ કે, આ લગ્ન કરતા પહેલા પોતાના પરિવારને અવાર નવાર સમજાવ્યા હતા, છતાં તેઓએ સહમત ન થતા તેણીએ પોતે પોતાના પ્રેમી અશોક ચૌઘરીને આ વાતની જાણ કરી હતી. જે બાદ અશોક ચૌધરી આ તેને આવીને લઈ ગયો હતો અને બાદમાં બંનેએ લગ્ન કરી લીધા છે.
આટલું જ નહીં, સિંગર કિંજલ રબારીએ વધુમાં વાયરલ વીડિયોમાં કહ્યું કે, હાલ આ મામલે સમાજના લોકો ભારે વિરોધ કરી રહ્યા છે અને તેને બદનામ કરવામાં આવી રહી છે, જેથી તેને અને તેના પતિને હાલ જીવનું જોખમ છે. જેથી તેઓને હાલ સુરક્ષાની જરૂર છે, ત્યારે તેણીએ પોલીસ પાસે પ્રોટેકશન માગ્યું છે. સાથે જ લગ્નને લઈ મને અને મારા પતિને લઈ પણ થશે તો તેની સંપૂર્ણ જવાબદારી પરિવારની રહેશે, તેવું વાયરલ વીડિયોમાં સ્પષ્ટ જણાવ્યું છે.

નોંધનીય છે કે, આ પહેલા ગુજરાતી સિંગર કિંજલ દવેએ અન્ય જ્ઞાતિના યુવક સાથે સગાઈ કરતા તથા સિંગર આરતી સાંગાણીએ બીજી જ્ઞાતિમાં લગ્ન કરતા વિવાદનો મધપૂછો છંછેડાયો હતો. આ બંને સામે આ આંતરજ્ઞાતિય જીવનસાથી બાબતે પોત પોતાના સમાજે બાંયો ચઢાવી હતી અને હાલ આવી જ એક સિંગર કિંજલ રબારીએ આંતરજ્ઞાતિય લગ્ન કરતા ફરી એકવાર વિવાદના વંટોળ ઉઠી રહ્યા છે, ત્યારે હવે જોવું રહ્યું કે આ મામલે આગામી સમયમાં શું નવો વળાંક સામે આવે છે.

Related Posts

Load more