સુરત – જે દીકરીના લગ્ન થવાના હતા એ જ દીકરીએ પિતાને અગ્નિદાહ આપ્યો

By: Nation Gujarat Team
06 Feb, 2026

સુરતના જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણીએ આખરે ગુરુવારે અંતિમ શ્વાસ સીધા હતા. આ વચ્ચે ઘેલાણી પરિવારે મોટું કામ કર્યું હતું. પરિવારે તેમનું અંગદાન કર્યુ હતું. પરંતું કાર્ડિયાક એરેસ્ટને કારણે માત્ર તેમનું ચક્ષુદાન થઈ શક્યુ હતું. પંરતુ વિધિના વિધાન તો જુઓ, દીકરીના લગ્ન જે તારીખે થવાના હતા, એ જ દિવસે દીકરીને પિતાને કાંધ આપવી પડી હતી.

1 ફેબ્રુઆરીએ દીકરીના લગ્નના કંકોત્રી લેખન હતા, આખો ઘેલાણી પરિવાર લગ્નના શુભ કાર્યમાં વ્યસ્ત હતો, તેના આગલી રાતે સુરતા જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણીએ રિવોલ્વરથી ગોળી મારીને આપઘાત કરી લીધો હતો. તેના બાદથી તેઓ છેલ્લા ચાર દિવસથી જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા હતા. પરંતુ ગુરુવારે તબીબોએ તેમને બ્રેઈન ડેડ જાહેર કર્યા હતા.

આ બાદ પરિવારે તેમના અંગદાનનો નિર્ણય કર્યો હતો. આ માટે અંગદાન માટે જાણીતી ડોનેટ લાઈફ સંસ્થાનો સંપર્ક કરવામાં આવ્યો હતો. અંગદાનની પ્રક્રિયા માટે ગુરુવારે સંસ્થાની ટીમ હોસ્પિટલ ખાતે પહોંચી ગઈ હતી.  આ મુશ્કેલ સમયમાં ઉદ્યોગપતિ મુકેશ પટેલ, સામાજિક કાર્યકર મહેશ સવાણી તથા બિલ્ડર લોબીના અન્ય લોકો પણ હોસ્પિટલ પહોંચી ગયા હતા. તુષાર ઘેલાણીના મિત્ર વર્તુળ મહાવીર હોસ્પિટલ પહોંચ્યા હતા. પરંતું અંગદાન વખતે તુષાર ઘેલાણીનું હૃદય બંધ પડ્યું હતુ.

પદ્મશ્રી અને ડોનેટ લાઈફ સંસ્થાના નિલેશ માંડલેવાળાએ કહ્યું કે, અમે અંગદાનની પ્રક્રિયા શરૂ કરી હતી, ત્યારે અચાનક જ તુષારભાઈનું હૃદય બંધ પડી ગયું હતું. હાર્ટ ફેલ્યોરને કારણે તેમના શરીરના મહત્વના અંગ ફેલ થયા હત. તેથી કિડની, લીવર કે હાર્ટ જેવા મહત્વના અંગોનું દાન થઈ શક્યુ ન હતું. માત્ર તેમના ચક્ષુઓનું દાન થઈ શક્યું હતું.

દીકરીએ જ કાંધ આપી
તુષાર ઘેલાણીના નિધનથી જ પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. ગત રોજ બપોરે તુષાર ઘેલાણીની અંતિમ યાત્રા તેમના ઘરથી નીકળી હતી. જેમાં સુરતના અગ્રણી બિલ્ડરો અને ઉદ્યોગપતિઓ જોડાયા હતા. આ તકે કરુણ સ્થિતિ સર્જાઈ હતી. કારણ કે, દીકરીના જે દિવસે લગ્ન થવાના હતા, તે જ દિવસે પિતાનું મોત નિપજ્યું હતુ, એટલં ન જ નહિ એ દીકરીએ પિતાને કાંધ આપી હતી.

તુષાર ઘેલાણીની વિદાય વસમી બની રહી હતી. તુષારભાઈની બંને દીકરીઓ સ્મશાન પહોંચી હતી. જ્યાં મોટી દીકરીએ પિતાને અગ્નિદાહ આપ્યો હતો. જે દિવસે દીકરી પરણીને સાસરે વિદાય કરવાની હતી, તે જ દિવસે પિતાએ જીવનમાંથી જ વિદાય લીધી હતી. બે દીકરીઓએ પિતાને કાંધ આપી હતી.


Related Posts

Load more