કોંગ્રેસનો પલટવાર: ‘ભાજપ સત્તા માટે દાઉદને પણ ટિકિટ આપી શકે’
સૌરાષ્ટ્રમાં પ્રચાર દરમિયાન કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે વળતો જવાબ આપતા કહ્યું કે, ‘ભાજપ સત્તા મેળવવા માટે ગમે તે હદે જઈ શકે છે. જો તેમને લાગે કે ચૂંટણી જીતવા માટે જરૂરી છે, તો તેઓ દાઉદ ઇબ્રાહિમને પણ ટિકિટ આપીને મેદાનમાં ઉતારી શકે છે.’
પ્રાથમિક સુવિધાઓના મુદ્દાઓ કોરાણે
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સામાન્ય રીતે સ્થાનિક પ્રશ્નો જેમ કે પીવાનું શુદ્ધ પાણી, ગટર વ્યવસ્થા અને માળખાગત સુવિધાઓ પર લડાતી હોય છે. પરંતુ વર્તમાન પરિસ્થિતિમાં નેતાઓ વચ્ચેની આ આક્રમક નિવેદનબાજીમાં સામાન્ય જનતાના પાયાના પ્રશ્નો વિસરાઈ ગયા હોય તેવું જણાય છે.