ધુરંધર’ એ 22 વર્ષ પછી રચ્યો ઇતિહાસ, દંગલ-K3G સહિત 7 ફિલ્મોને પછાડી

By: Nation Gujarat Team
04 Feb, 2026
અક્ષય ખન્ના અને રણવીર સિંહ સ્ટારર સ્પાઇ થ્રિલર ફિલ્મ ‘ધુરંધર’ એ બોલિવૂડનાં બોક્સ ઓફિસ પર રિલીઝનાં બે મહિના પછી એક નવો રેકોર્ડ પોતાનાં નામે કરી લીધો છે. ફિલ્મની સીક્વલ એટલે કે ધુરંધર 2 નાં રિલીઝ પહેલાં સતત ધમાકો કરી રહી છે. હવે આદિત્ય ઘરની ફિલ્મએ બોલિવૂડમાં ઇતિહાસ રચીને નવો રેકોર્ડ પોતાનાં નામે કર્યો છે.
ધુરંધર’ દેશભરમાં લોકોને ખૂબ પસંદ પડી છે. ફિલ્મએ દેશભરમાં 4 કરોડ (40 મિલિયન) થી પણ વધારે ટિકિટ વેચીને નવો રેકોર્ડ બનાવ્યો છે. જો કે અહીંયા સુધી પહોંચવું એ સામાન્ય રીતે મુશ્કેલ કામ હોય છે. ખાસ વાત તો એ છે કે આ સફળતા ત્યારે મળી છે કે જ્યારે ‘ધુરંધર 2’ નું ટીઝર રિલીઝ થયું. પહેલાં પાર્ટની લોકપ્રિયતા ફરી એકવાર ટોપ પર પહોંચી ગઈ છે.
5 ડિસેમ્બર 2025 નાં રોજ રિલીઝ થયેલી ફિલ્મ ‘ધુરંધર’એ પહેલાં દિવસે 30 કરોડની કમાણી કરી હતી. જો કે ઓપનિંગ ઠીક રહ્યું હતું. પરંતુ ત્યારબાદ વર્ડ ઓફ માઉથ સકસેસનું આદર્શ ઉદાહરણ બની ગયું. મજબૂત કહાની, હાઇ ઓક્ટેન એક્શન અને દેશભક્તિની ભાવ સાથે દર્શકો આ મૂવી જોવા માટે સિનેમા સુધી પહોંચ્યા. પરિણામ એ આવ્યું કે ફિલ્મનો આવનારા અઠવાડિયામાં સતત ગ્રોથ થયો અને ઘણીવાર નવા સિંગલ ડે રેકોર્ડ બનાવ્યા.
ટ્રેડ એનાલિસ્ટનું માનીએ તો સાતમા અઠવાડિયાનાં અંત સુધીમાં ફિલ્મએ ભારતમાં 800 કરોડ રૂપિયાનું નેટ એટલે કે લગભગ 1000 કરોડ રૂપિયાનો ગ્રોસ આંકડો પાર કરી લીધો છે. લગભગ 250 રૂપિયાની ટિકિટનાં કિંમતના આધારે ગણના કરવામાં આવે તો ‘ધુરંધર’ નું ફૂટફોલ 4 કરોડથી ઉપર પહોંચી ગયું છે. આ રીતે 2001 ની ગદર પછી પહેલી હિન્દી ફિલ્મ બની ગઈ છે જેને દેશમાં આ ઐતિહાસિક આંકડો હાસલ કરી લીધો છે.
ફિલ્મએ ભારતમાં 4 કરોડથી વધારે ટિકિટ વેચીને માઇલસ્ટોન હાસિલ કર્યું છે જે ભારતીય સિનેમાનાં એલીટ ક્લબમાં શામેલ છે. આ માત્ર 19 મી ભારતીય ફિલ્મ છે જેને ઘરેલુ બજારમાં 40 મિલિયન કરતા વધારે ફૂટફોલ્સ નોંધાયો છે.
ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શ અનુસાર આ ઉપલબ્ધિ બીજા અનેક લેઝેન્ડરી બ્લોકબસ્ટર્સથી પણ આગળ છે.
ફૂટફોલનાં મામલે ‘ધુરંધર’ મૂવીએ અનેક દિગ્ગજ ફિલ્મોને પછાડી છે, જેમાં આમિર ખાનની દંગલ, પીકે, સની દેઓલની બોર્ડર, શાહરુખ ખાનની કુછ કુછ હોતા હૈ અને કભી ખુશી કભી ગમ શામેલ છે. આટલું જ નહીં આ લિસ્ટમાં દેવ આનંદની સીઆઇડી અને રાજકુમારની લૈલા મજનૂં જેવી ક્લાસિક્સ મૂવીને પણ પાછળ પાડી દીધી છે.

Related Posts

Load more