સાળંગપુરધામ: કષ્ટભંજનદેવ હનુમાનજીને અમરનાથ થીમનો અનોખો શણગાર

By: nationgujarat
11 Aug, 2025

Salangpur Hanuman Temple Today Darshan: સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં શ્રાવણ મહિનાના પવિત્ર સોમવાર નિમિત્તે દાદાને અમરનાથની થીમનો વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. આ મનોહર દર્શનનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા, જ્યારે અનેક શ્રદ્ધાળુઓએ ઓનલાઈન પણ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

આજે સવારે 5:45 કલાકે પૂજારી સ્વામી (અથાણાવાળા) દ્વારા શણગાર આરતી કરવામાં આવી હતી. આ શણગાર માટે ખાસ સુરતથી એક હરિભક્તે એક અઠવાડિયાની મહેનત બાદ વિશેષ વાઘા તૈયાર કરીને મોકલ્યા હતા. આ વાઘામાં કષ્ટભંજનદેવને અમરનાથના શિવલિંગ સ્વરૂપે સજાવવામાં આવ્યા હતા. દાદાના સિંહાસનને પણ અમરનાથ શિવલિંગની પ્રતિકૃતિ જેવું બનાવવામાં આવ્યું હતું.આ શણગારની તૈયારીમાં 6 સંતો, પાર્ષદો અને ભક્તોએ કુલ 4 કલાકનો સમય લીધો હતો. શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં દાદાના આવા અનોખા દર્શને ભક્તોમાં અનેરો ઉત્સાહ અને શ્રદ્ધામાં વધારો કર્યો હતો.


Related Posts

Load more