જી7 સંમેલનમા તમામ દેશોએ ઇઝરાયલને સમર્થન આપ્યું છે અને ઇરાન પર વણસેલી સ્થિતિ સુઘાવા દબાણ કરવામાં આવ્યું છે. જી-7 સંમેલનમા તે વાત પર સમર્થન મળ્યુ કે ઇરાન પરમાણુ હથિયાર બનાવવાનોઅધિકારી નથી.ઇઝારય તેમની સુરક્ષા માટે તમામ પ્રયાસ કરી શકે છે. વૈશ્વિક દેશોએ ઇઝરાયલને સમર્થન આપતા તેનો વિશ્વાસ વધુ મજબૂત થશે અને ઇરાન પર હવે વધુ હુમલા થવાની સંભાવના છે.
અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ જી-7 સંમેલન અધવચ્ચે મુકીને વોશિગ્ટન જતા રહ્યા હતા. મધ્ય પુર્વમા વણસેલી સ્થિતિને જોતા ટ્રમ્પે સંમેલનના એક દિવસ પહેલા પરત ફરવાનો નિર્ણય કર્યો.ઇઝરાયલ અને ઇરાન વચ્ચે ચાલી રહેલી હુમલાની સ્થિતિને ધ્યાને રાખી તહેરાન ખાલી કરવા સુચના આપી દેવામાંઆવી છે. જી-7 સંમેલનથી ટ્રમ્પનુ વહેલા જતુ રહેવુ તેમજ વૈશ્વિક દેશોએ ઇઝરાયલને આપેલુ સમર્થન શું સુચવે છે
મધ્ય પુર્વમા હુમલા વધશે.
ટ્રમ્પ સંમેલનમાથી પાછા આવ્યા ત્યારે વ્હાઇટ હાઉસથી એક નિવેદન આવ્યું કે મધ્ય પુર્વમા વઘી રહેલી હુમલાની સ્થિતિને ધ્યાને રાખીને ઘણા મહત્વના મુ્દ્દા પર ફોકસ કરવાનું હોવાથી ટ્રમ્પ પરત ફર્યા છે. મંગળવારની રાત્રે ટ્રમ્પ ડિનર પછી જી-7 સંમેલનને અધ વચ્ચે મુકીને અમેરિકા રવાના થયા એટલે આ સ્થિતિમા શું અમેરિકા યુદ્ધમા સામેલ થશે તે પણ એક સવાલ ઉભો થાય છે. એવો તે કયો મહત્વનો મુદ્દો છે જેના પર ચર્ચા કરવા ટ્રમ્પ સંમેલન વહેલુ મુકીને પરત ફર્યા. અમેરિકા પહેલાથી જ ઇઝરાલના સમર્થનમા છે પરંતુ ટ્રમ્પે યુદ્ધમા અમેરિકા સાથ આપશે તે વાતનો ખુલાસો કર્યો નથી.
રાષ્ટ્રપતિ ટ્રમ્પ ના નિવેદન થી સંકેત મળે છે કે અમેરિકા ઇઝરાયલને સમર્થન કરે છે પરંતુ એમિરકા ઇરાન પર હુમલો કરવા સિધિ રીતે ભાગીદાર બનવા જણાવ્યુ નથી. અમેરિકા વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ જણાવ્યુ હતું કે, ઇરઝરાયલે ઇરાન સામે એક તરફ હુમલો કર્યો છે અમેરિકા તેમા સામેલ નથાી. અમેરિકાની પ્રાથમિકતા તે વિસ્તારમા તેની સેનાને સુરક્ષીત રાખવાની છે પરંતુ જો વાત પર કોઇ નિર્ણય નહી આવે તો અમેરિકા મોર્ચો સંભાળી શકે છે.
ઇઝરાયલે અમિરાક પાસે ખુલ્લુ સમર્થન માગ્યુ છે અને અમેરિકા તેના પર વિચાર કરી રહ્યુ છે. ઇઝરાયેલ અમેરિકાને ઇરાનના પરમાણુ કાર્યક્રમને નાશ કરવા માટે સૈન્ય કાર્યવાહીમાં જોડાવવા અપીલ કરી છે. આ અપિલ ખાસ એટલા માટે કરવામાં આવી છે કે પરમાણુ હથિયારો અંડરગ્રાઉન્ડ છે તેનો નાશ કરવા માટે એમિરિકા પાસે ખાસ હથિયારો ઉપલબ્ધ છે.
જો કે તમને જણાવી દઇએ કે ,ટ્રમ્પ સરકારે ઇરાનને પરમાણુ હથિયાર માટે ફરી વિચાર કરવા 60 દિવસનો સમય આપ્યો હતો જેમા કોઇ સહમતી થઇ નથી એટલે ઇરાનની શાન ઠેકાણે લાવવા માટે ટ્રમ્પ પાસે એક બહાનુ છે.ઇરાને દાવો કર્યો છે કે તેનો પરમાણુ કાર્યક્રમ શાંતિપુર્ણ છે પરંતુ ઇઝરાયલે તેની સામે વાંધો ઉઠાવ્યો છે જેના કારણે સ્થિતિ વણસી છે.
હવે જો ઇરાન કોઇ હુમલો કરશે તો અમેરિકા તેને જવાબ આપી શકે છે ટ્રમ્પ ઇરાન પર સેનાનુ દબાણ રાખી પરમાણુ હથિયાર મામલે સમજૂતી કરવા ઇચ્છે છે.