સિતારે જમીન પર’ ફિલ્મની રીલીઝ પહેલા જ ડખા, આમિર ખાન અને સેન્સર બોર્ડ વચ્ચે કેમ થયો વિવાદ ?

By: Krunal Bhavsar
15 Jun, 2025

Sitaare Zameen Par : આમિર ખાનની ફિલ્મ ‘સિતારે જમીન પર’ 20 જૂનના રોજ રિલીઝ થવાની છે. પરંતુ ફિલ્મને હજુ સુધી સેન્સર બોર્ડ તરફથી સર્ટિફિકેટ મળ્યું નથી. રિપોર્ટ પ્રમાણે આમીર અને CBFC વચ્ચે ઉગ્ર બોલાચાલી સાથે દલીલો થઈ છે. સેન્સર બોર્ડની સૂચના પ્રમાણે આમીર ખાન ફિલ્મમાં ફેરફાર કરવા માટે તૈયાર નથી. આવો જાણીએ શું છે આખો મામલો.

ફિલ્મમાં કોઈ કટ લગાવ્યા વગર પાસ થવી જોઈએ: આમીર ખાન

એક રિપોર્ટ પ્રમાણે મેકર્સ તરફથી ‘સિતારે જમીન પર’ ને થોડા દિવસો પહેલા જ સેન્સર બોર્ડ પાસે મોકલવામાં આવી છે. જ્યાંથી બોર્ડ દ્વારા ફિલ્મમાં કેટલાક ફેરફાર કરવા કહ્યું હતું. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે CBFCએ ‘સિતારે જમીન પર’ માં કેટલાક કટ્સ સાથે ફેરફાર કરવા કહ્યું હતું, પરંતુ આમીર ખાન ઈચ્છે છે કે, ફિલ્મમાં કોઈ કટ લગાવ્યા વગર પાસ થવી જોઈએ. તેઓ અને ડાયરેક્ટર આર. એસ. પ્રસન્નાએ સમજી વિચારીને આખી ફિલ્મ તૈયાર કરી છે.’

સેન્સર બોર્ડે કેટલાક સીન્સ અને ડાયલોગ કટ કરવાનું કહ્યું

સેન્સર બોર્ડના કહેવા પ્રમાણે આમીર ખાને ફિલ્મમાં ફેરફાર ન કરવાના કારણે બોર્ડ દ્વારા હજુ સુધી ફિલ્મને કોઈ સર્ટિફિકેટ આપવામાં આવ્યું નથી. જોકે, સેન્સર બોર્ડે કયા સીન્સ અને ડાયલોગ કટ કરવાનું કહ્યું છે, તેના વિશે કોઈ સમાચાર નથી. હવે આમિર ખાન સેન્સર બોર્ડની કમિટીને સોમવારના રોજ એકવાર ફરી મળવા જશે. જ્યા તેઓ પોતાની રજૂ


Related Posts

Load more