આમીર ખાન જેવા સ્ટારની ફિલ્મમાં કામ કરવાની કાજોલે સ્પષ્ટ ના પાડી દીધી જાણો કારણ

By: nationgujarat
12 Jun, 2025

90ના દાયકામાં મોટા પડદા પર રાજ કરનારી કાજોલ સતત ફિલ્મોમાં સક્રિય રહે છે. હવે કાજોલ ખૂબ જ વિચારપૂર્વક પોતાનું પાત્ર પસંદ કરે છે અને મુખ્ય હિરોઈન સાથે ફિલ્મો કરે છે. કાજોલે છેલ્લા કેટલાક વર્ષોમાં તેના પ્રોજેક્ટ્સ દ્વારા દર્શકો સમક્ષ ઘણા મજબૂત પાત્રો રજૂ કર્યા છે. તે જ સમયે, અભિનેત્રી તેની આગામી ફિલ્મ ‘મા’ માટે સતત ચર્ચામાં રહે છે. તાજેતરમાં, તેણીએ ખુલાસો કર્યો કે તેણીને આમિર ખાનની બ્લોકબસ્ટર ફિલ્મ નકારવાનો કોઈ અફસોસ નથી.

તાજેતરમાં કાજોલે પિંકવિલા સાથે વાત કરી હતી. આ દરમિયાન તેણે ખુલાસો કર્યો કે તેને આમિર ખાન અને રાજકુમાર હિરાનીની ‘3 ઇડિયટ્સ’ ની ફિલ્મની ઓફર છોડી દેતા  કોઈ અફસોસ નથી. કાજલોના મતે, જ્યારે તેને કોઈ ફિલ્મની સ્ટોરી પસંદ નથી આવતી, ત્યારે તે ફિલ્મમા કામ કરવાની ના પાડતા અચકાતી નથી. કાજોલે વધુમાં કહ્યું કે આવું ઘણી વખત થયુ છે. આનું ઉત્તમ ઉદાહરણ ‘3 ઇડિયટ્સ’ છે.

કાજોલે કહ્યું, ‘મને ફિલ્મ ની ઓફરમા ના પાડવા માટે કોઈ અફસોસ નથી. મને લાગે છે કે આ ફિલ્મો તેની છે. જેમ કહેવાય છે, વ્યક્તિ જે કરે છે તેવુ મળે છે. તેથી, મને લાગે છે કે મેં તે ફિલ્મો વિના પણ મારા માટે ખૂબ સારું કર્યું છે.’ ‘3 ઇડિયટ્સ’ દર્શકોને ખૂબ ગમ્યું અને નિર્માતાઓએ કાજોલને કરીના કપૂરની મુખ્ય ભૂમિકા ઓફર કરી હતી. જોકે, કાજોલે આ ફિલ્મ માટે ના પાડવામાં કોઈ સમય લીધો નહીં.

રાજકુમાર હિરાનીએ આમિર ખાન અને બાકીની સ્ટારકાસ્ટ સાથે મળીને 55 કરોડના બજેટમાં ‘3 ઈડિયટ્સ’ બનાવી. ફિલ્મે અપેક્ષા કરતાં વધુ કમાણી કરી. ભારતમાં આ ફિલ્મે 202 કરોડનો શાનદાર બિઝનેસ કર્યો. વિશ્વભરમાં આ ફિલ્મે 460 કરોડની જંગી કમાણી કરી. આ ફિલ્મ આમિર ખાનની બ્લોકબસ્ટર ફિલ્મોની યાદીમાં સામેલ છે. આમિર અને કરીના ઉપરાંત, આર માધવન અને શરમન જોશી પણ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા.


Related Posts

Load more