વિવાદના મૂળ છે ટ્રમ્પનું આર્થિક નીતિ વિધેયક, જેને તેમના બીજા કાર્યકાળ માટે એક કેન્દ્રીય નીતિ માનવામાં આવી રહ્યું છે. આ બિલમાં વિનિર્માણ અને ઊર્જા કંપનીઓને ટેક્સમાં રાહત અને અમુક નિયમનકારી ઉપાય સામેલ છે. વોલ સ્ટ્રીટ અને રિપબ્લિકન પાર્ટી આ બિલનું સમર્થન કરી રહ્યા છે, પણ મસ્કે સોશિયલ મીડિયા પર તેને ઘૃણાસ્પદ કહીને તેની ટીકા કરી હતી. ટ્રમ્પનું કહેવું છે કે, મસ્કે આ બિલની દરેક વાત પહેલાથી જાણતા હતા, અને તેમણે ક્યારેય કોઈ વાંધો નહોતો ઉઠાવ્યો. ટ્રમ્પે કહ્યું કે, “મેં સ્પેસએક્સ હોય કે ટેસ્લા, એલન મસ્કનું હંમેશા સમર્થન કર્યું છે. પણ હવે મને સમજાતું નથી કે જે શખ્સ અમેરિકી નીતિઓનો આટલો લાભ ઉઠાવી ચૂક્યો છે, તે હવે અમારા બિલને ખોટા કેવી રીતે કહી શકે?”
ટ્રમ્પના આરોપોનું મસ્કે ખંડન કર્યું
તો વળી મસ્કે તેનું ખંડન કરતા કહ્યું કે, “ખોટું, આ બિલ મને એક વાર પણ નથી દેખાડ્યું અને રાતના અંધારામાં આટલી ઝડપથી પાસ કર્યું કે કોંગ્રેસમાં લગભગ કોઈ પણ તેને વાંચી શક્યું નહીં.” ડોનાલ્ડ ટ્રમ્પે એવું પણ કહ્યું કે, મસ્કની ટીકા બાદથી બંને વચ્ચે કોઈ વાતચીત થઈ નથી. ટ્રમ્પે એવી પણ શંકા વ્યક્ત કરી કે મસ્ક આગળ જતાં તેમના વિરુદ્ધ વ્યક્તિગત નિવેદનો આપી શકે છે.
અહીં ઉલ્લેખનીય છે કે, મસ્કે ટ્રમ્પને પહેલી વાર રાષ્ટ્રપતિ બન્યા બાદ તેમની વ્યાપારિક સલાહકાર સમિતિમાં ભાગ લીધો હતો. પણ 2017માં જળવાયુ પરિવર્તન પર અસહમતિના કારણે રાજીનામું આપી દીધું હતું. બાદમાં બંનેના સંબંધમાં ફરી સુધારો થયો અને ટ્રમ્પે મસ્કને પ્રતિભાશાળી ગણાવ્યા અને મસ્કે ટ્રમ્પના સોશિયલ મીડિયા વાપસીનું સમર્થન કર્યું.