ગુજરાત કે મુંબઈ બેમાંથી એકનો સફર આજે થશે સમાપ્ત, વિજેતા ટીમની ફાઈનલમાં પહોંચવા પંજાબ સામે થશે ટક્કર

By: nationgujarat
30 May, 2025

IPL 2025 હવે તેના અંત તરફ આગળ વધી રહી છે, જે પ્રમાણે વિરાટ કોહલીની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને ચેમ્પિયન બનવા માટે પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી છે તેવું જ પ્રદર્શન ટીમ તરફથી જોવા મળી રહ્યું છે. જેમાં અંતિમ લીગ મેચમાં લખનૌ સામે બેંગ્લુરુની ધૂંઆધાર બેટિંગ પછી ફાઈનલમાં પહોંચવાની રેસમાં ટોપ પર રહેલી પંજાબની ટીમને હરાવીને ફાઈનલની ટિકિટ પાક્કી કરી લીધી છે. હવે આજે એલિમિનેટર મેચ યોજવાની છે. જેમા ત્રીજા અને ચોથા નંબર પર રહેલી ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે ટક્કર થવાની છે. આ બેમાંથી જે ટીમ હારશે તેનો સફર આજે જ સમાપ્ત થઈ જશે. જ્યારે વિજેતા ટીમે ફાઈનલમાં પહોંચવા માટે વધુ એક મેચ જીતવી પડશે અને પછી તે RCB સામે ફાઈનલ મેચ રમવા માટે ઉતરશે. ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે આજે ન્યૂ ચંદીગઢના ન્યૂ PCA સ્ટેડિયમમાં મેચ રમાવાની છે, જ્યાં PBKS અને RCB વચ્ચે પહેલી ક્વોલિફાયર મેચ રમાઈ ચૂકી છે. આજે રમનારી બન્ને ટીમો કોઈ ખાસ પ્લાન સાથે મેદાનમાં ઉતરવા માગશે. કારણ કે અહીંથી હાર મળનારી ટીમ IPLમાંથી બહાર થઈ જશે. ગુજરાતનું પલડું આ વખતે મુંબઈ સામે ભારે રહ્યું છે અને આ બન્ને ટીમો વચ્ચે ત્રીજી વખત ટક્કર થવા જઈ રહી છેલીગ મેચમાં ગુજરાત ટાઈટન્સે બે વખત મુંબઈ ઈન્ડિયન્સને હરાવ્યું છે માટે GTનું પલડું ભારે માનવામાં આવી રહ્યું છે. મુંબઈ એ પોતાની બીજી અને 11મી મેચ મુંબઈ સામે રમી હતી જેમાં IPLની 9મી મેચમાં મુંબઈને ગુજરાતે 36 રનથી હરાવ્યું હતું જ્યારે 56મી મેચમાં 3 વિકેટ (DLS મેથડ)થી હરાવ્યું હતુંઆજે બન્ને ટીમો વચ્ચે ખરાખરીની જંગ હશે, ગુજરાત ટાઈટન્સ નંબર-1 પોઝિશન પર હતું પરંતુ તેણે પોતાની અંતિમ બન્ને લીગ મેચ ગુમાવતા ત્રીજા સ્થાન પર પહોંચી ગયું હતું. જ્યારે મુંબઈએ તેની અંતિમ બે લીગ મેચમાંથી એકમાં જીત મેળવી હતી જ્યારે અંતિમ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. એલિમિનેટર મેચમાં ગુજરાત કે મુંબઈ જે ટીમ વિજય થશે તેની ટક્કર પ્લેઓફ્સની ક્વોલિફાયર-2 મેચમાં ટક્કર થશે. 1 જૂને અમદાવાદમાં યોજાનારી મેચમાં એલિમિનેટર મેચ જીતનારી ટીમ પંજાબ સામે રમવા માટે ઉતશે, આ મેચમાં વધુ એક ટીમ બહાર થશે અને વિજેતા ટીમ 3 જૂને અમદાવાદમાં RCB સામે ફાઈનલ રમવા માટે ઉતરશે.


Related Posts

Load more