‘હિટમેન’ તરીકે જાણીતા રોહિત શર્માએ આખરે IPL 2025માં પોતાનું બેટ ફેરવ્યું. રોહિત રવિવારે મુંબઈ ઈન્ડિયન્સ વિ ચેન્નાઈ સુપર કિંગ્સ મેચમાં ફોર્મમાં પાછો ફર્યો અને તેણે શાનદાર અડધી સદીની ઇનિંગ રમી. તેણે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં 45 બોલમાં અણનમ 76 રન બનાવ્યા હતા. તેણે ચાર ચોગ્ગા અને છ છગ્ગા ફટકાર્યા હતા. રોહિતે 33 બોલમાં 50 રન પૂરા કર્યા હતા. વર્તમાન સિઝનમાં આ તેની પ્રથમ અડધી સદી છે. આ સાથે જ રોહિતે IPLમાં તેની 44મી ફિફ્ટી ફટકારી છે. તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
MI નો ભાગ રોહિતે શિખર ધવનનો અદભૂત રેકોર્ડ તોડ્યો છે. રોહિત IPLમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓની યાદીમાં બીજા સ્થાને પહોંચી ગયો છે. રોહિતના હાલમાં 264 IPL મેચોમાં 6786 રન છે. ધવને 222 IPL મેચમાં 6769 રન બનાવ્યા છે. ધવન નિવૃત્ત થઈ ગયો છે. યાદીમાં ટોચ પર છે
રોહિતે વિરાટ કોહલીની ખાસ ક્લબમાં પણ પ્રવેશ કર્યો છે. તે IPLમાં CSK સામે સંયુક્ત રીતે સૌથી વધુ ફિફ્ટી પ્લસ ઇનિંગ્સ ધરાવનાર ખેલાડી બની ગયો છે. રોહિત, વિરાટ, ધવન અને ડેવિડ વોર્નરે ચેન્નાઈની ટીમ સામે 9 વખત ફિફ્ટી પ્લસ સ્કોર બનાવ્યા છે. ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ઓપનર વોર્નરને ગયા વર્ષે મેગા ઓક્શનમાં ખરીદનાર મળ્યો ન હતો.
આઇપીએલમાં CSK સામે સૌથી વધુ 50+ નો સ્કોર કરનાર ખિલાડી
9-9 વિરાટ કોહલી, રોહિત શર્મા, શિખર ધવન, ડેવિડ વોર્નર, 6 કે.એલ.રાહુલ.5 ગૌતમ ગંભીર
આઇપીએલમાં સૌથી વધુ રન કરનાર ખિલાડી
8326 વિરાટ કોહલી , 6786 રોહિત શર્મા, 6769 શિખર ઘવન , 6565 ડેવિડ વોર્નર , 5528 સુરેશ રૈના
177 રનના ટાર્ગેટનો પીછો કરતા મુંબઈની શરૂઆત સારી રહી હતી. રોહિત અને વિકેટકીપર રેયાન રિકલ્ટને પ્રથમ વિકેટ માટે 63 રન જોડ્યા હતા. રિકલ્ટન સાતમી ઓવરમાં રવિન્દ્ર જાડેજાનો શિકાર બન્યો હતો. તેણે 19 બોલમાં 3 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 24 રન બનાવ્યા હતા. આ પછી, રોહિતે સૂર્યકુમાર યાદવની સાથે ચાર્જ સંભાળ્યો અને MIને 9 વિકેટથી જીત અપાવીને વાપસી કરી. MIએ 15.4 ઓવરમાં મેચ જીતી લીધી હતી.
રોહિત અને સૂર્યાએ બીજી વિકેટ માટે 114 રનની અણનમ ભાગીદારી કરી હતી. સૂર્યાએ ચેન્નાઈના બોલરોને તોડી નાખ્યા અને 30 બોલમાં અણનમ 68 રન બનાવ્યા. તેના બેટમાંથી 6 ચોગ્ગા અને 5 છગ્ગા આવ્યા હતા. તમને જણાવી દઈએ કે આ બીજી વખત છે જ્યારે MI ખેલાડીઓએ વાનખેડે ખાતે ચેન્નાઈ સાથે 100 પ્લસ રનની ભાગીદારી કરી છે. રોહિતે અગાઉ 2012માં અહીં સચિન તેંડુલકર સાથે સદીની ભાગીદારી કરી હતી. રોહિતે CSK મેચ પહેલા છ ઇનિંગ્સમાં માત્ર 82 રન બનાવ્યા હતા.