Breaking News

કોંગોમાં મોટી દુર્ઘટના, 500 લોકોને લઈ જતી બોટમાં આગ લાગતાં નદીમાં પલટી, 148ના મો

By: nationgujarat
19 Apr, 2025

Boat Capsized River In Congo: ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં   મોટર વડે ચાલતી એક બોટ આગમાં લપેટાઈ જતાં નદીમાં અધવચ્ચે પલટી જતાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં 148થી વધુ લોકો મૃત્યુ નીપજ્યા છે.

500થી વધુ મુસાફરો સવાર હતા 

સ્થાનિક અધિકારીઓના અહેવાલ અનુસાર બોટમાં કુલ 500 જેટલા મુસાફરો સવાર હતા જેમાં મહિલા અને બાળકો પણ સામેલ હતા. આ દુર્ઘટના કોંગોના ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં સર્જાઈ હતી.

 

ઉલ્લેખનીય છે કે કોંગોમાં બોટ દુર્ઘટના સામાન્ય વાત છે. અહીં લાકડાની બનેલી બોટો પરિવહનનું મુખ્ય સંસાધન મનાય છે અને અનેકવાર તેમાં ક્ષમતા કરતાં વધારે લોકોની અવર-જવર કરવામાં આવે છે. જે દુર્ઘટનાનું કારણ બને છે.

હજુ કેટલાક લોકો ગુમ 

અહેવાલો અનુસાર તાજેતરની દુર્ઘટનામાં હજુ પણ ઘણા લોકો ગુમ છે જેના કારણે મૃત્યુઆંક વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પહેલા મૃતકાંક 50 જણાવાયો હતો જોકે પછીથી આંકડો વધ્યો હતો. આ બોટ મટનકુમુ પોર્ટથી બોલોમ્બા માટે જવા રવાના થઇ હતી.


Related Posts

Load more