શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે તારીખ ૧૦ માર્ચ આમલકી એકાદશીના શુભ દિને મોગરીના મહેન્દ્રભાઈ ધનજીભાઈ પટેલ તથા પુત્ર દેવ મહેન્દ્રભાઈ પટેલના યજમાન પદે ૫૦૦ કિલો ફ્રુટ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો જેનો હજારો હરિભક્તો એ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.
કિવી ફ્રુટ ઉત્સવની માહિતી આપતા વડતાલ મંદિરના કોઠારી ડો. સંત વલ્લભદાસજી સ્વામી એ જણાવ્યું હતું કે વડતાલ ધામમાં બિરાજતા દેવોના રાજીપો પ્રાપ્ત કરવા માટે ભક્તો દ્વારા ઋતુ પ્રમાણે ફળો ધરાવી રાજીપો પ્રાપ્ત કરતા હોય છે. આજે ફાગણ સુદ એકાદશીના શુભદિને મોગરીના હરિભક્ત દ્વારા દેવોને ૫૦૦ કિલો કિવી ધરાવવામાં આવી હતી જેનો સવારે ૮ થી સાંજના ૬ વાગ્યા સુધી હજારો હરિભક્તોએ દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી. જેનું સમગ્ર સંચાલન શ્યામવલ્લભ સ્વામી અને કાર્યકર્તાઓની ટીમે કર્યું હતું. સાંજે કીવી નીચે ઉતારી પ્રસાદનું ચરોતરના વૃદ્ધાશ્રમો, અનાથ આશ્રમમાં વિતરણ કરવામાં આવ્યું હતું.