બોલીવુડ મુવીમા સ્ટોરી ચોરેલી હોય છે, બધા જાણતા હોય છે પણ આજે પરેશ રાવલે કબલ્યુ

By: nationgujarat
26 Feb, 2025

બોલિવુડ ફિલ્મ ની વાત આવે તો કોઇ પણ વ્યક્તિ પહેલા એમ વિચારે કે આ ફિલ્મ કયા હોલીવુડ ફિલ્મની કોપી છે અને એનુ કારણ છે કે ઘણી બધી બોલીવુડની ફિલ્મની સ્ટોરી હોલીવુડ કે સાઉથ ફિલ્મની સ્ટોરીમા નાનો ચેન્જ કરીને તેનુ હિન્દી વર્ઝન બહાર પાડ છે  જો કે મુવી જોયા પછી દર્શકો કહી જ દે છે કે આ ફિલ્મતો ફલણા ફિલ્મની કોપી છે એમા સ્ટોરી જ નહી પણ હવે તો ગીતો પણ કોપી કરે છે. હવે તો આ બોલિવુડ વાળા એકને એક માલ રિમેક કરી વહેંચી રહ્યા છે. કોઇ એક સ્ટોરી જો દર્શકોને ગમે તો એના પાર્ટ આવતા જ જાય .

બોલીવુડમાં રીમેક ફિલ્મો બની રહી છે તે નાગુ સત્ય ખુદ કલાકાર પરેશ રાવલે કબલ્યુ છે. પરેશે કબલ્યુ કે બોલીવુડમા હોલીવુડની અન્ય ફિલ્મોની રીમેક બનાવવામાં આવે છે.   તેણે જણાવ્યું છે કે અમેરિકન સ્ટુડિયોએ ભારતમાં ઓફિસ ખોલી ત્યારે નિર્માતાઓને કેવી રીતે નુકસાન સહન કરવું પડ્યું. અભિનેતાએ ફિલ્મોની રીમેક પર દાવો કર્યો હતો કે પહેલા અમે ફક્ત સારા ચોર હતા. વિદેશી ફિલ્મોની સ્ટોરીની જ ચોરી કરવા આવે છે કોઇ સારી પોતાની સ્ટોરી હોતી જ નથી. આ જ કારણ છે કે હવે લોકો બોલિવુડની મુવી જોવાનો ક્રેઝ પણ ઘટયો છે.

સિદ્ધાર્થ કન્નન સાથેની વાતચીતમાં પરેશ રાવલે કહ્યું, ‘મેં જાતે આનો અનુભવ કર્યો છે. જો તમે ડાયરેક્ટર પાસે જઈને કહો કે તમારે ફિલ્મ બનાવવી છે તો તે તમને એક જૂની કેસેટ આપશે જેના પર ધૂળ છે. તેઓ કહે છે કે આ તપાસો, પછી તેઓ તેને પછીથી કંઈક બીજું ઉમેરી નવો માલ વહેંચાવડાવશે.

પરેશ રાવલે વધુમાં વાત કરતા જણાવ્યું કે, હોલીવુડ ની ઓફિસ ભારતમાં આવી એટલે આ મુદ્દો સામે આવી ગયો નહીતો હજી બોલીવુડમા ચોરીનો માલ રિમેક કરીને વહેંચાવાનો સિલસિલો ચાલુ રહેત. બોલિવુડની સ્ટોરી કોઇ હોલીવુડ મુવીની ચોરી જ હોય છે  એટલે કે આ વ્હાઇ કોલર ચોરી કહેવાય છે એનો અર્થ એ જ થયો ને .આ તો હોલિવુડ વાળાની ઓફિસ અહી આવી ને તેમની સ્ટોરી કોપી કરવા રૂપિયા આપવા પડે એટલે હવે બહુ નહી ચાલે.

પરેશ રાવલે ઈન્ટરવ્યુમાં વધુમાં કહ્યું કે ત્યારે જ આ ઘુવડોને સમજાયું કે આપણી વાર્તાઓ કેટલી શક્તિશાળી છે. વાર્તાઓ ખૂબ જ મજબૂત, નાટકીય, નવી અને નવીન છે. અગાઉ માત્ર ચોરી જ થતી હતી. તે સમયે માત્ર આળસ અને માનસિક નાદારી હતી. જ્યારે તેઓએ સખત મહેનત કરવાનું શરૂ કર્યું, પરિણામો દેખાવા લાગ્યા. ત્યાં શા માટે જવું? અભિનેતાના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, તે અક્ષય કુમાર અને તબ્બુ સાથે પ્રિયદર્શનની ફિલ્મ ભૂત બંગલામાં જોવા મળશે. આ ફિલ્મ આવતા વર્ષે 2 એપ્રિલે રિલીઝ થઈ રહી છે. એટલું જ નહીં, પરેશ રાવલ હેરા ફેરી 3માં પણ જોવા મળશે.

આ તો પરેશ રાવલે હવે સ્વીકાર્યુ પણ એને ક્યા ખબર છે દર્શકો બધુ જાણે છે પણ કોણ બોલે.. જોવે છે. ભારત છે અંહી બધુ ચાલે છે .


Related Posts

Load more