AUS VS ENG – ઓસ્ટ્રલિયાને જીત માટે 352 રનનો ટાર્ગેટ, ડકેટની ગજબ 158 રનની બેટીંગ

By: nationgujarat
22 Feb, 2025

ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની પ્રથમ મેચથી શરૂ થયેલો સદીઓનો સિલસિલો અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યો નથી. સતત ચોથી મેચમાં સદી જોવા મળી છે. આ વખતે ઈંગ્લેન્ડના વિસ્ફોટક ઓપનર બેન ડકેટે આ ચમત્કાર કર્યો છે. ગ્રુપ સ્ટેજમાં ઈંગ્લેન્ડની પ્રથમ મેચમાં ડકેટે ઓસ્ટ્રેલિયા સામે શાનદાર બેટિંગ કરી હતી અને માત્ર 95 બોલમાં સદી ફટકારી હતી. આ સાથે અન્ય બેટ્સમેનોની જેમ બેન ડકેટે પણ ચેમ્પિયન્સ ટ્રોફીમાં ડેબ્યૂમાં સદી ફટકારી હતી.જો રૂટ અને ડકેટનીા 158 રનની ભાગીદારી રહી હતી.  ડકેટની ધમાકેદાર બેટીંગથી ચેમ્પિયન ટ્રોફિમા  સૌથી મોટો સ્કોર ઇંગ્લેન્ડ કર્યો છે.  ઇંગ્લેન્ડની શરૂઆત સારી રહી ન હતી અને 6 ઓવરમાં 2 વિકેટ ગુમાવી દીધી હતી.

Fall of wickets: 1-13 (Phil Salt, 1.4 ov), 2-43 (Jamie Smith, 5.2 ov), 3-201 (Joe Root, 30.6 ov), 4-219 (Harry Brook, 34.1 ov), 5-280 (Jos Buttler, 40.6 ov), 6-316 (Liam Livingstone, 46.4 ov), 7-322 (Ben Duckett, 47.2 ov), 8-338 (Brydon Carse, 49.2 ov) • 

કરાચી અને દુબઈ બાદ લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં ચેમ્પિયન્સ ટ્રોફીની પહેલી જ મેચમાં શાનદાર સદી જોવા મળી હતી. ગ્રુપ બીની આ બીજી મેચમાં ઈંગ્લેન્ડ પ્રથમ બેટિંગ કરવા આવ્યું અને તેના વિસ્ફોટક ઓપનર ડકેટે આ અજાયબી કરી બતાવી. શરૂઆતની બે વિકેટ ઝડપથી પડી ગયા બાદ ડાબોડી બેટ્સમેન ડકેટે જો રૂટ સાથે મળીને ઈનિંગની કમાન સંભાળી હતી અને સદીની ભાગીદારી કરી હતી.

ડકેટે ઓસ્ટ્રેલિયા પર ફરી વરસાદ વરસાવ્યો
જો રૂટ અડધી સદી ફટકારીને પેવેલિયન પરત ફર્યો હતો પરંતુ બેન ડકેટે પોતાનું આક્રમણ ચાલુ રાખ્યું હતું અને ઓસ્ટ્રેલિયન બોલિંગમાં અનુભવના અભાવનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો હતો. પોતાની 20મી ODI મેચ રમી રહેલા ડકેટે 32મી ઓવરમાં સતત બે ચોગ્ગા ફટકારીને 95 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. ડકેટની વનડે કારકિર્દીની આ ત્રીજી સદી છે. 2016માં વનડેમાં ડેબ્યૂ કરનાર ડકેટે 2023માં પુનરાગમન કર્યું અને ત્યારથી તેણે ત્રણેય સદી ફટકારી છે.


Related Posts

Load more