અમદાવાદ મ્યુ.કોર્પોરેશન દ્વારા આયોજીત ફ્લાવર શો – -25 થી 1 જાન્યુઆરી ખુલ્લો મુકાશે. ગત વર્ષ કરતા આ વર્ષ પણ ફ્લાવર શોના આયોજન પાછળ તંત્ર 3 કરોડ રૂપિયા વઘુ ખર્ચ કરશે. ફ્લાવર શો -25 જોવા માંગતા મુલાકાતીઓએ સોમ થી શુક્ર 70 રૂપિયા અને શની અને રવિ 100 રૂપિયા ચુકવવા પડશે. આ ઉપંરાત સવારે 9 થી 10 અને રાત્રે 10 થી 11 સમય પ્રાઇમ ટાઇમ રાખવામાં આવ્યો છે. જેમા પ્રતિ વ્યક્તિ 500 રૂપિયા રાખવામાં આવ્યા છે.
વર્ષ 2024માં ફ્લાવર શોના આયોજન પાછળ મ્યુ. કોર્પોરેશન દ્વારા 11.44 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો જેની તુલનામાં આ વર્ષે 15 કરોડનો ખર્ચ કરવામાં આવશે. ફ્લાવરશોમા 12 વર્ષથી નાની વયના બાળકોને વિના મુલ્યે પ્રવેશ આપવામાં આવશે. ફ્લાવર શોમાં કીર્તી સ્તંભ, લોટસ, એક પેડ મા કે નામ ઉપરાંત ઓલમ્પિક ટોર્ચ, ગરબા, કેનોપીની, ફ્લાવર વેલી સહિતના સ્કલ્પચર તથા આઇકોનીક સ્ટ્રકચર મુકવામાં આવનાર છે. બાળકો માટે ડોરેમોન,સ્પોનેજ,બોબે વગેરે કાર્ટુન આધારીત સ્કલ્પચર પણ મુકવામાં આવશે.