વારંવાર ચૂંટણી પહેલા જ કેમ રામરહીમને મળી જાય છે પેરોલ, ભાજપને કઈ રીતે કરાવે છે ફાયદો

By: nationgujarat
03 Oct, 2024

હરિયાણામાં વિધાનસભાની ચૂંટણીના ત્રણ દિવસ પહેલાં જ ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામરહીમ ઈંશાંને ફરી પેરોલ અપાતાં ભાજપનાં ડબલ સ્ટાન્ડર્ડ છતાં થઈ ગયાં છે. દુષ્કર્મ અને હત્યાના કેસમાં દોષિત ઠરેલા રામરહીમને ભાજપ સરકારની મહેરબાનીથી 15મી વાર પેરોલ પર મુક્ત કરાતાં ભાજપના પણ ચાવનાના અને બતાવવાના જુદા જદા છે એ સાબિત થયું છે. ગુરમીત રામરહીમને પોતાના જ આશ્રમની સાધ્વી પર વારંવાર દુષ્કર્મ ગુજારવા બદલ 20 વર્ષની જેલની સજા થઈ છે જ્યારે પત્રકાર રામચંદ્ર છત્રપતિની હત્યાના કેસમાં જનમટીપ થઈ છે. રામરહીમ રેપિસ્ટ અને હત્યારો છે એ કોર્ટે સ્વીકાર્યું છે પણ નરેન્દ્ર મોદીના ભાજપને તેના પગમાં આળોટવામાં જરાય શરમ નથી આવતી.

‘દુષ્કર્મીઓને જાહેરમાં ફાંસી આપવી જોઈએ’ લાલ કિલ્લા પરથી થયો હતો હુંકાર

કોલકાત્તામાં આર.જી. કાર હોસ્પિટલની ડોક્ટર યુવતી પર દુષ્કર્મ કરીને તેની હત્યા કરી દેવાઈ એ ઘટનાને ભાજપે વખોડી હતી. લાલ કિલ્લા પરથી પણ હુંકાર થયો હતો કે, દુષ્કર્મીઓને જાહેરમાં ફાંસી આપવી જોઈએ જ્યારે અહીં તો દુષ્કર્મી ગુરમીત રામરહીમને ભાજપ સરકાર પેરોલ પર છોડી રહી છે. રેપિસ્ટ રામરહીમને ભાજપ શાસિત ઉત્તર પ્રદેશના બાગપતના આશ્રમમાં સરકારી સુરક્ષા વચ્ચે રખાયો છે.

શરમજનક વાત એ છે કે, ભાજપ સત્તા મેળવવા માટે આ દુષ્કર્મી અને હત્યારા રામરહીમની મદદ લઈ રહી છે. હરિયાણાની ચૂંટણીમાં રામરહીમના સમર્થકો પોતાને મત આપે એ માટે ભાજપ સરકારે બેશરમ બનીને રામરહીમને પંદરમી વાર પેરોલ આપી દીધા છે. રામરહીમ દુષ્કર્મ અને હત્યાના એક-એક કેસમાં દોષિત ઠર્યો છે પણ તેની સામે અનેક ગંભીર આક્ષેપો થયેલા છે. રામરહીમ સામે સાધ્વીઓને હવસનો શિકાર બનાવવાના આક્ષેપો લાંબા સમયથી થતા હતા પણ રાજકીય વગના કારણે તેનું કોઈ કશું ઉખાડી શકતું નહોતું.

રામરહીમે આશ્રમમાં હજારો યુવતીઓને શિકાર બનાવી

2002માં એક સાધ્વીએ આક્ષેપ કર્યા કે, પોતે વરસોથી રામરહીમના આશ્રમમાં રહેતી હતી. રામરહીમે એક રાત્રે પોતાના રૂમમાં બોલાવીને પરાણે શારીરિક સંબંધ બાંધીને આખી રાત તેને ભોગવી હતી. રામરહીમે યુવતીને કહેલું કે, મારી સાથે સંબંધ બાંધીને તું પવિત્ર થઈ ગઈ છે. એ પછી આ સિલસિલો શરૂ થઈ ગયો ને રામરહીમને ઈચ્છા થાય ત્યારે યુવતીને બોલાવીને પોતાની હવસ સંતોષતો હતો. યુવતીએ આક્ષેપ કર્યો હતો કે, રામરહીમે આશ્રમમાં હજારો યુવતીઓને હવસનો શિકાર બનાવી છે. રામરહીમને રોજ નવી સ્ત્રી શરીરની ભૂખ સંતોષવા જોઈએ છે.

રામરહીમને ક્યારે ક્યારે મળ્યા પેરોલ

  • 24 ઓક્ટોબર 2020 : ગુરગ્રામની હોસ્પિટલમાં દાખલ ભિમાર માતાને મળવા માટે એક દિવસના પેરીલ અપાયા. આ પેરોલ જેલ સુપ્રિન્ટેનેન્ટ દ્વારા મંજૂર કરાયા હતા. પોલીસ રક્ષણ હેઠળ રામરહીમને હોસ્પિટલમાં લઈ જવાયો હતો.
  • 21 મે, 2021 : બિમાર માતાને મળવા માટે ફરી એક દિવસના પેરોલ અપાયા હતા. રામરહીમને સૂધીદયથી સૂર્યાસ્ત સુધી 12 કલાક માટે પોલીસ ક્ષણ હેઠળ હોસ્પિટલમાં રખાયા પછી ફરી જેલભેગો કરી દેવાયો હતો..
  • 7 ફેબ્રુઆરી 2022 : રામરહીમને 21 દિવસના કલી અપાયા. ફર્લો માટે કોઈ કારણની જરૂર નથી હોતી તેથી ભાજપ સરકાર રામરહીમ પર મહેરભાન હતી એ સ્પષ્ટ છે. રામરહીમને ઝેડ પ્લેસ સીક્યુરિટી પણ અપાઈ હતી. પંજાબ વિધાનસભાની ચૂંટલી પહેલાં પરિવારને મળવાના બહાને રામરહીમને 21 દિવસ માટે છોડાયો હતી.
  • 17 જૂન 2022 : સીખ સંગઠનોના વિરોયને થીવીને પી જઈને હરિયાણામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં રામરહીમને 30 દિવસના પેરોલ અપાયા. રામરહીમ આ દરમિયાન ઉત્તર પ્રદેશના ભાગપત જિલ્લાના ભરનાવાના ડેરા સચ્ચા સૌદાના આશ્રમમાં રહ્યો હતો.
  • 14 ઓક્ટોબર, 2022 : રામરહીમને 40 દિવસના પેરોલ પર મુક્ત કરાયો. ઉત્તર પ્રદેશના ભાગપત જિલ્લાના બરનાવાના ડેરા સચ્ચા સૌદાના આશ્ચમમાં રહીને રામરહીમે પોતાના ત્રણ મ્યુઝિક આલ્બમ લોંચ કર્યાં હતાં. આદમપુર પેટાચૂંટણી અને હિમાચલ પ્રદેશમાં ભાજપને જીતાડવા કામ કર્યું,
  • 21 જાન્યુઆરી, 2023 : રામરહીમને ડેરા સચ્ચા સૌદાના હરિયાણાના સિરસાના મુખ્યમથકે યોજાનારા વાર્ષિક સમારોહમાં હાજર રહેવા 40 દિવસના પેરોલ પર મુક્ત કરાયો. ઉત્તર પ્રદેશના ભાગપત જિલ્લાના બરનાવાના ડેરા સચ્ચા સૌદાના આશ્રમમાં રામરહીમે પોતાના બર્થ ડે પર 23 જાન્યુઆરીઓ વિશાળ કેક તલવારથી કાપી હોવાનો વીડિયો પણ બહુ વાયરલ થયો હતો.
  • 20 જુલાઈ, 2023 : રામરહીમને ફરી 21 દિવસના પૅરોલ અપાયા. હરિયાણામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપને જીતાડવા માટે રામરહીમને પેરોલ અપાયા હતા.
  • 20 નવેમ્બર, 2023 : રામરહીમને 21 દિવસના ફર્લો આપીને જેલમાંથી ભહાર કઢાયો. રામરહીમને વરસમાં ત્રીજી વાર મુક્તિ મળી. રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી પહેલાં રામરહીમને મુક્ત કરાયો હતો.
  • 19 જાન્યુઆરી, 2024 : ડેરા સચ્ચા સૌદાના રામરહીમને 50 દિવસના પેરોલ આપીને જામીન પરમુક્ત કરવામાં આવ્યો. લોકસભાની ચૂંટણીમાં ભાજપને ફાયદો કરાવવા રામરહીમને છોડવામાં આવ્યો હતો પણ હરિયાણામાં ભાજપ 5 બેઠકો હારી ગયો.
  • 13 ઓગસ્ટ, 2024 : હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને જીતાડવા માટે રામરહીમને 21 દિવસના ફલી અપાયા. રામરહીમે ભાગપતના આશ્ચમમાં બેસીને પોતાના 30 જેટલા સમર્થકોને ટિકિટ અપાવી.
  • 1 ઓક્ટોબર, 2024 : હરિયાણા વિધાનસભાની 5 ઓક્ટોબરે યોજાનારી ચૂંટણીના 4 દિવસ પહેલાં રામ સહીમને 30 દિવસના પેરોલ મળ્યા. રામરહીમ ભાજપને જીતાડવા કામે લાગી ગયો.
  • રેપિસ્ટ રામરહીમનો ભાજપને ખુલ્લો ટેકો
    • 2014 : ભાજપના મોટા નેતાએ હરિયાણાની 2014ની વિધાનસભા ચૂંટણી પહેલાં રામરહીમનાં મોંફાટ વખાણ કર્યા હતાં. બદલામાં રામરહીમ સિંહે ભાજપને ટેકો આપ્યો હતો. રામરહીમે પોતાના ભક્તોને ભાજપને મત આપવાની અપીલ કરી હતી. ભાજપ જીતી જતાં ભાજપ અને રામરહીમના સંબંધો ગાઢ બન્યા.
    • 2015 : દિલ્હી વિધાનસભાની ફેબ્રુઆરીની ચૂંટણીમાં રામરહીમસિંહે ભાજપને ટેકો આપીને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસને હરાવવાની ખુલ્લી અપીલ કરી. દિલ્હીમાં પોતાના 2 કરોડ અનુયાયી હોવાનો દાવો ક કરીને રામરહીમે ભાજપ વિરોધીઓને સાફ કરી દેવાનો હુંકાર કરેલો પણ ભાજપ જ સાફ થઈ ગયો.
    • 2015 : રામરહીમે નવેમ્બરમાં યોજાયેલી બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ટેકો જાહેર કર્યો. ડેરા સચ્ચા સૌદાના 3000 અનુયાયી ભાજપનો પ્રચાર કરવા માટે બિહાર ગયા હતા પણ લાલુ પ્રસાદ યાદવ અને નીતિશ કુમારના જોડાણ સામે ભાજપની કારમી હાર થઈ. નીતિશ કુમાર ફરી બિહારના મુખ્યમંત્રી અને તેજસ્વી યાદવ નાયબ મુખ્યમંત્રી બન્યા.
    • 2016 : હરિયાણામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં રામરહીમે ભાજપને મત આપવા અપીલ કરી. હરિયાણાના સ્પોર્ટ્સ મિનિસ્ટર રામરહીમને પગે લાગવા તેમના આશ્રમમાં ગયા. રામરહીમે હરિયાણામાં રમતગમતને પ્રોત્સાહન આપવા માટે આપેલા યોગદાન બદલ ડેરા સચ્ચા સૌંદાને ભાજપ સરકાર વતી 50 લાખ રૂપિયાની વાર્ષિક ગ્રાન્ટ જાહેર કરાઈ.
    • 2017 : પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં રહીમસિંહે રામ ભાજપ-અકાલીદળનાં ગઠબંધનને ખુલ્લો ટેકો જાહેર કર્યો હતો. ડેરા સચ્ચા સૌદાના અનુયાયીઓ ખુલ્લેઆમ ભાજપ અને અકાલી દળનો પ્રચાર કરતા હતા રામરહીમના ટેકા છતાં ભાજપ-અકાલી દળ હારી ગયેલાં અને કોંગ્રેસની સરકાર રચાઈ. ભાજપ-અકાલી દળ બીજા નંબરે પણ નહોતાં આવ્યાં.

    દુષ્કર્મ-હત્યાના પાપ પણ વોશિંગ મશીનમાં ધોવાશે

    રામરહીમને પોતાના મેનેજર રણજીતસિંહની હત્યાના કેસમાં આજીવન કેદની સજા થઈ હતી. રામરહીમે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં સજા સામે કરેલી અરજીને માન્ય રાખીને કેને નિદીષ છોડાયો હતો. ડેરા સચ્ચા સૌદાના મેનેજર રણજિત સિંહની હત્યાના કેસમાં સીબીઆઈ કોર્ટે રામરહીમ સહિત 5 આરોપીને આજીવન કેદની સજા ફટકારી હતી પણ હાઈકોર્ટે સીબીઆઈ કોર્ટના ચુકાદાને રદ કરીને રામરહીમને બાઈજ્જત બરી કરી દીધા છે. હાઈકોર્ટે રણજીત હત્યા કેસમાં બાકીના ચારેયને પણ નિર્દોષ છોડી મૂક્યા હતા. રામરહીમને છેલ્લા કેટલાક સમયથી હરિયાણાની ભાજપ સરકારની મહેરબાનીથી પેરોલ પર પેરોલ મળી રહ્યા છે. હાઈકોર્ટમાં પણ ભાજપની મહેરબાનીથી રામરહીમ છૂટી ગયો એવી ટીકા પણ થઈ હતી. રામરહીમ બાકીના બે કેસમાં પણ ભાજપની મહેરબાનાથી છૂટી જશે અને ભાજપના વોશિંગ મશીનમાં દુષ્કર્મી-હત્યારા રામરહીમનાં પાપ ધોવાઈ જશે એવી કોમેન્ટ્સ થાય છે.

    સિરસામાં આવેલું છે ડેરાનું મુખ્યાલય

    ડેરા સચ્ચા સૌદાનું મુખ્યાલય હરિયાણાના સિરસા જિલ્લામાં છે. સિરસા જિલ્લો પંજાબને અડીને આવેલો છે. હરિયાણાના સિરસા, ફતેહાબાદ, અંબાલા, કુરુક્ષેત્ર, પંચકુલા અને હિસારના વિસ્તારોમાં રામરહીમના સમર્થકો મોટી સંખ્યા છે. પંજાબમાં પણ ડેરા સચ્ચા સૌદાના સમર્થકો મોટી સંખ્યામાં છે. 117 બેઠકો ધરાવતા પંજાબમાં 50થી 60 બેઠકો પર ડેરા સમર્થકોનો પ્રભાવ હોવાનું મનાય છે.

ભાજપને મળ્યું હતું ડેરાનું સમર્થન

ડેરા સચ્ચા સૌદાએ છેલ્લી કેટલીક ચૂંટણીઓમાં ભાજપને સમર્થન આપ્યું છે. 2014ની વિધાનસભા ચૂંટણી પહેલા હરિયાણા ભાજપના તત્કાલીન રાજ્ય પ્રભારી કૈલાશ વિજયવર્ગીય ડેરા મુખીના આશીર્વાદ લેવા માટે પાર્ટીના 40 ઉમેદવારો સાથે સિરસા ગયા હતા. ત્યારબાદ ડેરા દ્વારા ભાજપને સમર્થન અપાયું હતું. ચૂંટણી જીત્યા બાદ પણ વિજયવર્ગીય તેમના 18 ધારાસભ્યો સાથે રહીમ સિંહનો આભાર માનવા ગયા હતા. 2017માં જ્યારે ગુરમીત રામરહીમ સિંહને સજા સંભળાવવામાં આવી ત્યારે હરિયાણાની ભાજપ સરકારના ઘણા મંત્રીઓ રામરહીમ સિંહના કેમ્પમાં તેમના આશીર્વાદ લેવા જતા હતા. તે દરમિયાન રામરહીમ કરનાલમાં એક કાર્યક્રમમાં તત્કાલિન મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર સાથે સ્ટેજ પર દેખાયા હતા. હરિયાણાના પૂર્વ જેલ મંત્રી રણજીત સિંહ ચૌટાલા, મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની અને પૂર્વ મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે રામરહીમની પેરોલ અને ફર્લોનું સમર્થન કર્યું છે અને કહ્યું છે કે, ડેરા પ્રમુખને પેરોલ અથવા ફર્લો આપતી વખતે કોઈ નિયમો તોડાયા નથી.

2002માં કેસ સોંપાયો, પરંતુ CBIએ કશું ન કર્યું

રામરહીમના અત્યાચારો વધતાં સાધ્વીએ હરિયાણા અને પંજાબ હાઈકોર્ટના ચીફ જસ્ટિસને પત્ર લખ્યો હતો. 2002માં વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીને પત્ર લખી રામરહીમસિંહ સામે જાતીય શોષણની ફરિયાદ કરી, તેથી 2002ના સપ્ટેમ્બરમાં સીબીઆઈને તપાસ સોંપવામાં આવી પણ સીબીઆઈએ કશું ના કર્યું.

દરમિયાનમાં રામરહીમ સામે રામચંદ્ર છત્રપતિ નામના પત્રકારે લખવા માંડ્યું. રામરહીમને શંકા હતી કે, છત્રપતિને પોતાનો મેનેજર રણજીત સિંહ મસાલો પૂરો પાડે છે. દરમિયાનમાં આશ્રમમાં યુવતીઓ પર કરાતા જાતિય અત્યાચારોની પત્રિકા ફરતી થઈ. છત્રપતિએ આ પત્રિકાની વિગતો છાપતાં રામરહીમે 2002માં છત્રપતિની ગોળી મારીને હત્યા કરાવડાવી અને પછી રણજિતસિંહને પણ પતાવી દેવાયો.  આ કેસમાં 2017માં પંચકુલાની કોર્ટે દુષ્કર્મના કેસમાં રામરહીમને દોષિત ઠેરવીને 20 વર્ષની ફટકારી દીધી. એ વખતે રામરહીમના સમર્થકોએ કરેલાં તોફાનોમાં 38 લોકોના જીવ ગયેલા.

રામરહીમને માનેલી દીકરી સાથે સેક્સ સંબંધનો આક્ષેપ

રામરહીમ હનીપ્રીતને પોતાની દીકરી ગણાવે છે પણ હનીપ્રિતના ભૂતપૂર્વ પતિએ જ રામરહીમ અને હનીપ્રિત વચ્ચે સેક્સ સંબંધો હોવાનો આક્ષેપ કરીને ખળભળાટ મચાવ્યો હતો. હનીપ્રિતનું નામ પહેલાં પ્રિયંકા તનેજા હતું. મૂળ ફરીદાબાદની હનીપ્રિતનાં લગ્ન 1999માં રામરહીમની હાજરીમાં વિશ્વાસ ગુપ્તા સાથે થયેલાં. વિશ્વાસ ગુપ્તાના દાદા લૂબિયા રામ ગુપ્તા પંજાબની ધરૌંદા બેઠક પરથી ધારાસભ્ય હતા. વિશ્વાસનો સચ્ચા સૌંદાનો વરસોથી અનુયાયી હોવાથી રામરહીમના કહેવાથી તનેજા પરિવારે ગૃહનીપ્રિત લગ્ન સાથે પરિવાર ડેરા દીકરાનાં કરેલાં. રામરહીમે ત્યારે હનીપ્રીતને દત્તક લઈને પોતાની દીકરી જાહેર કરી હતી. ગુપ્તાએ થોડાં વરસો પછી હનીપ્રિત અને રામરહીમ વચ્ચે શારીરિક સંબધો હોવાનો દાવો કર્યો હતો. વિશ્વાસનો દાવો હતો કે, રામરહીમની ગુફામાં રામરહીમ અને હનીપ્રિતને પોતે સાવ નગ્નાવસ્થામાં રંગરેલિયાં મનાવતાં જોયાં હતાં. વિશ્વાસ ગુપ્તાના કહેવા પ્રમાણે, હનીપ્રિત રામરહીમની દીકરી ગણાતી હોવાથી ગમે ત્યારે તેમના રૂમમાં જતી રહેતી અને કલાકો રૂમમાં ગાળતી જ્યારે પોતાને બહાર બેસાડી રખાતો હતો. રૂમમાં રામરહીમ સાથે હનીપ્રિત સેક્સ માણતી અને બંને હવસ સંતોષતાં હતાં. ગુપ્તાનો દાવો છે કે આ વાતની ખબર પડી પછી પોતે હનીપ્રીતથી છૂટાછેડા લઈ લીધેલા.

‘આશ્રમ’ના બાબા નિરાલા રામરહીમ પર આધારિત ?

પ્રકાશ ઝાની ચર્ચાસ્પદ વેબ સીરિઝ ‘આશ્રમદ ગુરમીત રામરહીમના જીવન પર આધારિત હોવાનું મનાય છે. ‘આશ્રમ’ વેબ સીરિઝની 3 સીઝન થઈ ગઈ છે અને ચોથી સીઝનનો સૌને ઈંતજાર છે. બોબી દેઓલને બાબા નિરાલાની ભૂમિકામાં રજૂ કરતી ‘આશ્રમ’માં બોબી દેઓલનો લૂક ગુરમીત રામરહીમ જેવો રખાયો હતો. વેબ સીરિઝમાં કાશીપુરમાં આશ્રમ ચલાવતા બાબા નિરાલા ગુનાઈત ભૂતકાળ ધરાવે છે અને પોતાના આશ્રમની સાધ્વીઓને હવસનો શિકાર બનાવે છે એવી કથા છે. બાબા નિરાલા પોતાની સામે પડનારની હત્યાઓ કરાવે છે. રાજકારણીઓ તેમના પગમાં આળોટે છે એ પ્રકારની સ્ટોરી છે. આ બધું રામરહીમના જીવનને મળતું આવે છે તેથી આશ્રમ સીરિઝ રામરહીમના કથા હોવાનો દાવો થતો હતો પણ સત્તાવાર રીતે આ સીરિઝ રામરહીમ પર આધારિત નહીં હોવાની સ્પષ્ટતા કરાઈ હતી.

NEWS CREDIT – GSTV


Related Posts

Load more