શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ સંસ્થા દ્વારા ૨૦૦ વર્ષ ઉપક્રમે અનેક સેવા પ્રક્લપો છે . એ પૈકી ગોમય ગણેશ પ્રતિમા અર્પણ કરીને ખૂબ સારો સંદેશ આપ્યો છે. આ રવિસભામાં નિલકંઠચરણદાસજી સ્વામીએ સંગીત સાથે કથાવાર્તાનો અલભ્ય લાભ આપ્યો હતો. આ સભા અ.નિ. કૃષ્ણજીવનદાસજી સ્વામી મેતપુરવાળાના સેવક અ વિ વસંતભાઈ મુખીના સુપુત્ર ભગવતીભાઈ – જયંતિભાઈ અને જગદીશભાઈ પરિવાર રહ્યા હતા. આ પરિવાર સત્સંગ અને સમાજ સેવામાં સદા અગ્રેસર રહે છે.
આ સભામાં વિશેષ મહેમાન તરીકે ખેડા એસપી સાહેબ અને વિજયભાઈ દેસાઈ પી આઈ વડતાલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા .
આ સભામાં ગૌસંવર્ધન અને પર્યાવરણ સંરક્ષણના સંકલ્પ સાથે ગણેશ પ્રતિમાઓ અર્પણ કરવામાં આવી હતી ..
અંહિ ૨૦૦ પ્રતિનિધિઓને મુર્તિ અર્પણ થઈ છે , પરંતુ બે હજાર લોકો સભામાં ઉપસ્થિત છો. આ ગોમય ગણેશનો સંદેશ ઘેર ઘેર લઈ જજો .. દરેક ગામ – સમાજ- પરિવાર સુધી આ સંદેશ પહોંચાડજો, એમ નડિયાદના પોલિસ અધિક્ષક શ્રી રાજેશભાઈ ગઢીયા સાહેબે જણાવ્યું હતું.. સંસ્થા બાળ કેળવણીનું કાર્ય કરે છે. પર્યાવરણનું કાર્ય કરે છે. વૃક્ષારોપણ કરે છે.. આજ હું સંસ્થા સેવા કાર્યોને અભિનંદન પાઠવું છું..
આજ રોજ ૯૩મી રવિસભામા જેતપુર ગાદિસ્થાનના મહંત પૂજ્યશ્રી નિલકંઠચરણદાસજી સ્વામીએ મહિમા – વિશ્વાસ વિષયક અદ્ભુત કથાના માધ્યમે પ્રેરણા પૂરી પાડી હતી.
આ સભામાં અ.નિ. વસંતભાઈ મુખી મેતપુરવાળા પરિવાર મુંબઈથી ખાસ ઉપસ્થિત રહ્યો હતો. પૂજ્ય શુકદેવ સ્વામી – નાર , શ્રીવલ્લભ સ્વામી , પુજ્ય ગોવિંદ સ્વામી મેતપુરવાળા વગેરે સંતો સાથે એસ પી સાહેબે સહુ પ્રતિનિધિઓને ગાયનાં છાણ અને માટીમાંથી બનેલા ગણપતિજી અર્પણ કર્યા હતા. વડતાલ – ચાંગા – વલેટવા- ગુડેલ – વડોદરા – મુંબઈ ના મંડળના પ્રતિનિધિઓએ ગણેશ પ્રતિમા સ્વીકાર કરીને “ પર્યાવરણ સુરક્ષા સાથે – સંસ્કૃતિ સાથે સંસ્કારમય ગણેશ ઉત્સવનો સંદેશ આપ્યો હતો..