ICC T20 World Cup India vs Australia: ICC T20 World Cup 2024 માં ટીમ ઇન્ડિયાની અજેય યાત્રા ચાલુ છે. ભારતીય ટીમે તેની સુપર-8ની છેલ્લી મેચ ઓસ્ટ્રેલિયા સામે રમી હતી અને તે પણ જીતી હતી. કેપ્ટન રોહિત શર્માએ ફ્રન્ટથી લીડિંગ કરતા 92 રનની શાનદાર ઇનિંગ રમીને ઓસ્ટ્રેલિયાને શરૂઆતથી જ બેકફૂટ પર રાખ્યું હતું. આ મેચનો સૌથી મોટો વળાંક અક્ષર પટેલ દ્વારા બાઉન્ડ્રી લાઇન પર પકડાયેલો કેચ હતો. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન મિચેલ માર્શ અને ટ્રેવિસ હેડે આ ભાગીદારી તોડીને ટીમ ઈન્ડિયાએ મેચમાં જોરદાર વાપસી કરી હતી. અક્ષર પટેલે કુલદીપ યાદવના બોલ પર સ્ટાર્કને એક હાથે કેચ આઉટ કરાવ્યો હતો. આ મેચમાં જસપ્રીત બુમરાહ, સૂર્યકુમાર યાદવ, કુલદીપ યાદવ અને રોહિત શર્માએ મહત્વના કેચ લીધા હતા. મેચ બાદ ભારતીય ડ્રેસિંગ રૂમમાં શ્રેષ્ઠ ફિલ્ડરને મેડલ આપવામાં આવ્યો હતો. ઓસ્ટ્રેલિયા સામેની આ જીત બાદ ભારતીય ડ્રેસિંગ રૂમનું વાતાવરણ જોઈને દરેક ક્રિકેટ ચાહકોની આંખો ચમકી ઉઠી હતી.ટીમ ઈન્ડિયાના ફિલ્ડિંગ કોચ ટી દિલીપે મેચ બાદ હાર્દિક પંડ્યા, જસપ્રિત બુમરાહ, કુલદીપ યાદવ, સૂર્યકુમાર યાદવ અને અક્ષર પટેલને બેસ્ટ ફિલ્ડર મેડલ માટે નોમિનેટ કર્યા હતા. શ્રેષ્ઠ ફિલ્ડીંગ માટેનો મેડલ આખરે અક્ષર પટેલને અપાયો હતો. આ વખતે આ મેડલ આપવાનું કામ ખાસ વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યું હતું. ટીમ ઈન્ડિયાના થ્રોડાઉન સ્પેશિયાલિસ્ટ તેમજ ટ્રેનિંગ આસિસ્ટન્ટ નુવાને અક્ષરને બેસ્ટ ફિલ્ડર મેડલ આપ્યો હતો.
મેચની વાત કરીએ તો ભારતે 20 ઓવરમાં પાંચ વિકેટે 205 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ઓસ્ટ્રેલિયન ટીમ 20 ઓવરમાં સાત વિકેટે 181 રન જ બનાવી શકી હતી અને આ રીતે ભારતનું અજેય અભિયાન ચાલુ રહ્યું હતું. ટીમ ઈન્ડિયા ગ્રુપ-1માં ટોપ પર રહીને સેમિફાઈનલમાં પહોંચી ગઈ છે અને 27 જૂને બીજી સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે ટકરાશે. ઈંગ્લેન્ડ ગ્રુપ-2માં બીજા સ્થાને રહીને સેમિફાઈનલમાં પહોંચી ગયું છે.