પૂર્વ કૃષિ પ્રધાનને પોતાના જ પુત્રો સામે મારી નાખવાની ફરિયાદ લઇ પોલીસ પાસે પહોંચ્યા

By: nationgujarat
06 Jan, 2024

મહેસાણા જિલ્લાના કડીના પૂર્વ ધારાસભ્ય કરશનજી ઠાકોરને માટે હાલમાં જીવનું જોખમ છે. આવી ફરીયાદ કરશનજી ઠાકોરે ખુદ પોલીસ મથકે નોંધાવી છે. કરશનજી ઠાકોર કોંગ્રેસની વર્ષ 1985 થી 90 ના દરમિયાન કેબિનેટ પ્રધાન હતા. તેઓ રાજ્યના કૃષિ ખાતાને સંભાળતા હતા. જોકે પૂર્વ કેબિનેટ કૃષિ પ્રધાનને માટે માથે જીવનો ખતરો પોતાની જ ખેતીની જમીન બની છે.પૂર્વ કૃષિ પ્રધાન કરશનજીએ પોતાના પુત્ર અને પૌત્રૌ સહિત 6 લોકો વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી છે. તેઓએ પોતાના જ પુત્રો અને પૌત્રો પર આરોપ મુક્યો છે કે, તેઓ તેમના પર ટ્રેક્ટર ચડાવી દઈને તેમને મોતને ઘાટ ઉતારી દેવાની ધમકીઓ આપે છે. ખેતીની જમીનની પોતાની હયાતીમાં વહેંચણી પુત્રોને નહીં કરી હોવાને લઈ પુત્રોએ જમીન વહેંચણીને લઈ ખેતરમાં જ હુમલો કરી દઈને ધમકીઓ આપી છે. સ્થાનિક પોલીસે પુત્ર અને પૌત્ર સહિત કુલદીપ, ગણપતજી, રાજેન્દ્ર, નરેન્દ્ર, દશરથજી, અજાજી વિરૂદ્ધ ફરિયાદ નોંધીને તપાસ શરુ કરી છે.


Related Posts

Load more