આજે ભારીતય ટીમની પહેલી મેચ આજે ઓસ્ટ્રલીયા સામે છે ટીમ સ્ટેડિયમ પહોચી ગઇ છે બસમાં ટીમ સાથે શુભમન ગીલ નથી એટલેકે તે આજેની મેચ નહી રમે થોડી વારમાં ટોસ પણ થશે શુભમન ગીલની જગ્યાએ ઇસાન કિશાન રમશે તે નક્કી છે તો હાર્દીક પંડયા પણ ઇજાના સમાચાર આવ્યા હતા પણ તે ટીમ સાથે છે એટલે કે તે ચોક્કસ રમશે.
રાહુલ દ્રવિડે ઇશાન કિશાનને ફાસ્ટ બોલર સામે રમવા ખાસ પ્રેકટીસ કરાવી છે અને તેને ફાસ્ટ બોલીગ સામે કેવી રીતે રમવું તે અંગે ખાસ માર્ગદર્શન પણ આપ્યું છે કારણ કે ઓસ્ટ્રલીયન પેસ સામે રમવું ઇશાન માટે સહેલુ નહી હોય . જે રીતે રાહુલ દ્રવિડ તેની સાથે હતા તે જોઇ લાગે છે તે રોહીત સાથે ઓપનીગ કરશે. જોવાનું એ છે કે સુર્યકુમાર યોદવને આજની મેચમાં મોકો મળે છે કે કેમ.
કેવુ રહેશે વાતાવરણ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચેન્નાઈની M.A ચિદમ્બરમ સ્ટેડિયમમાં યોજાનારી વર્લ્ડ કપ મેચના એક દિવસ પહેલા 7 ઓક્ટોબર શનિવારના રોજ ચેન્નાઈના ઘણા ભાગોમાં ભારે વરસાદ પડ્યો હતો. તે જ સમયે, સ્ટેડિયમની આસપાસ વાદળો પણ હતા. ચેન્નાઈમાં છેલ્લા એક સપ્તાહથી અવાર-નવાર વરસાદ પડી રહ્યો છે. જો કે, હવામાનની આગાહી દર્શાવે છે કે રવિવારની રમત પર વરસાદની અસર થવાની સંભાવના નથી. રવિવારે હવામાન મોટે ભાગે સ્વચ્છ રહેવાની ધારણા છે. તાપમાન 27 થી 31 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની ધારણા છે, જ્યારે ભેજ 70ના દાયકામાં વધુ રહેવાની ધારણા છે. આ મેચ બપોરે 2 વાગ્યે શરૂ થશે અને તે સમયે વરસાદની સંભાવના માત્ર 8 ટકા છે.