33 દવાઓ પર નહી લાગે એક પણ રુપિયાનો ટેક્સ

By: nationgujarat
04 Sep, 2025
3 સપ્ટેમ્બર, 2025ના રોજ GST કાઉન્સિલની 56મી બેઠક યોજાઈ હતી, જેમાં ઘણા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. આ બેઠકમાં 5% અને 18%ના બે ટેક્સ સ્લેબને મંજૂરી આપવામાં આવી છે. નાણાંમંત્રીએ બેઠકમાં લીધેલા નિર્ણયોની જાણકારી શેર કરતાં જણાવ્યું હતું કે 33 જીવન રક્ષક દવાઓ પર અગાઉ લાગૂ 12% GST હટાવીને ઝીરો કરી દેવામાં આવ્યો છે.
ઘણી ગંભીર અને દુર્લભ બીમારીઓની સારવાર ખૂબ જ મોંઘી હોય છે. આ દવાઓ પર GST ગટવાથી દર્દીઓ અને તેમના પરિવારોને સીધો આર્થિક લાભ મળશે. આ નિર્ણય એવા પરિવારોને મોટી રાહત આપશે, જે મોંઘી દવાઓનો ખર્ચ ઉઠાવવામાં મુશ્કેલીઓ ઉઠાવે છે. હવે ઈલાજનો ખર્ચ ઘટશે અને ગંભીર બીમારીથી ગ્રસ્ત દર્દીઓને સસ્તી સારવાર મળી રહેશે.

જણાવી દઈએ કે GST કાઉન્સિલની 56મી બેઠકમાં 5% અને 18%ના બે ટેક્સ સ્લેબ પર મંજૂરીની મહોર મારવામાં આવી હતી. સાબુ, સાયકલ, ટીવી અને પર્સનલ હેલ્થ અને લાઈફ ઇન્શ્યોરન્સ પોલિસી જેવા સામાન્ય ઉપયોગમાં લેવાતા ઉત્પાદનો પર GST દર ઘટાડવામાં આવ્યા છે. ગુટખા, તમાકુ અને તમાકુ ઉત્પાદનો અને સિગારેટ સિવાયના તમામ ઉત્પાદનો પર નવા દર 22 સપ્ટેમ્બરથી એટલે કે નવરાત્રીના પહેલા દિવસથી લાગુ થશે. રેવન્યુ સેક્રેટરી અરવિંદ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે GST સ્લેબ્સમાં ફેરફારની આર્થિક અસર લગભગ 48,000 કરોડ રૂપિયા હશે, પરંતુ આર્થિક રીતે તેની કોઈ ખાસ અસર થશે નહીં. પીએમ નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસના પોતાના સંબોધનમાં ટેક્સ સ્લેબ્સને સરળ બનાવવાની જાહેરાત કરી હતી. જે અનુસાર, GST કાઉન્સિલે ટેક્સ સ્લેબ્સમાં ફેરફારને મંજૂરી આપી છે.


Related Posts

Load more