હેલ્મેટ સાથે લેવાનું ના ભૂલતા! તા. 10 માર્ચ સુધી ગુજરાતભરમાં ચાલશે સ્પેશિયલ ટ્રાફિક ડ્રાઈવ

By: Nation Gujarat Team
25 Feb, 2026

અમદાવાદ સહીત રાજ્યભરમાં ટ્રાફિક નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા માટે વિશેષ 15 દિવસીય ડ્રાઈવ શરૂ થઈ છે. 25 ફેબ્રુઆરીથી 10 માર્ચ સુધી ચાલનારી આ ઝુંબેશ ગુજરાત પોલીસના DGPના આદેશ હેઠળ આયોજિત કરવામાં આવી છે. ડ્રાઈવનો મુખ્ય ઉદ્દેશ વધતા માર્ગ અકસ્માતોને કાબૂમાં લાવવાનું અને રસ્તા પર સલામતી વધારવાનું છે.

આ આયોજનમાં અમદાવાદના ગોતા ચાર રસ્તા નજીક ટ્રાફિક પોલીસની મોટી ટોળી દંડ અને નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા કાર્યરત છે. ખાસ ધ્યાન હેલ્મેટ ન પહેરનારા બાઈકસવાર, ઓવર પેસન્જર વાહનો, રોંગ સાઈડ ડ્રાઈવિંગ અને ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરનારા ડ્રાઈવરો પર કેન્દ્રિત રહેશે.આ તરફ પોલીસ કાળા કાચ અને ગેરકાયદેસર LED લાઈટ લગાવેલા વાહનોની તપાસ, નંબર પ્લેટ વગરના વાહનો સામે કાર્યવાહી અને જાહેર રસ્તાઓ પર ગેરકાયદેસર પાર્કિંગની સામે પણ સખત પગલાં ભરી રહી છે. આવા પગલાં દ્વારા ટ્રાફિક નિયમોનું પાલન વધારવાનું અને રોડ સલામતી સુનિશ્ચિત કરવાનું મુખ્ય લક્ષ્ય છે.

રાજ્યભરના લોકો માટે આ ડ્રાઈવ એક ચેતવણી પણ છે કે નિયમ તોડનારાઓ માટે કડક કાર્યવાહી કરવામાં આવશે. ટ્રાફિક પોલીસના જણાવ્યા પ્રમાણે, હેલ્મેટ, ડ્રિંક એન્ડ ડ્રાઈવ અને ઓવર પેસન્જર સહિતના નિયમોનો ઉલંઘન કરનારા તમામ વાહનચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.


Related Posts

Load more