હુમલાનો જવાબ હુમલાથી આપીશું, યમની સૈન્ય તૈયાર…’ એરસ્ટ્રાઈક બાદ હૂથીઓની ટ્રમ્પને ધમકી

By: nationgujarat
16 Mar, 2025

US Air strike On Yemen: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યમનના ઈરાન સમર્થિત હૂથીઓ પર મોટાપાયે સૈન્ય હુમલા કર્યા છે. જેમાં ઓછામાં ઓછા 32 લોકો માર્યા ગયા છે. આ કાર્યવાહી યમનના રેડ સીમાં બાબ અલ-મંદબ સ્ટ્રેટમાં ઈન્ટરનેશનલ શિપિંગને સુરક્ષિત કરવાના મિશન હેઠળ થઈ હતી. હૂથીઓએ આ હુમલાને ‘વોર ક્રાઈમ’ કહ્યો છે અને તેનો આકરો જવાબ આપવાની ધમકી પણ આપી છે.

હૂથીના પ્રવક્તા મોહમ્મદ અબ્દુલ સલામે અમેરિકાના દાવાને ખોટો ઠેરવતાં નિવેદન આપ્યું હતું કે, ‘તેઓ આ હુમલાની મદદથી આંતરરાષ્ટ્રીય સ્તરે લોકોના મંતવ્યોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમજ બાબ અલ-મંદબ સ્ટ્રેટમાં ઈન્ટરનેશનલ શિપિંગને પ્રભાવિત કરી રહ્યા છે. યમન દ્વારા કરવામાં આવેલી દરિયાઈ નાકાબંધી માત્ર ઈઝરાયલ નેવી શિપ્સ સુધી સીમિત છે. તેનો હેતુ ગાઝાના લોકો સુધી માનવીય સહાય પહોંચાડવાનો છે.’

અમેરિકાએ ચાર એર સ્ટ્રાઈક કરી

યમનની રાજધાની સનામાં રહેતાં સ્થાનિકોએ જણાવ્યું કે, શુઆબ જિલ્લાના પૂર્વી જેરાફ વિસ્તારમાં ઓછામાં ઓછી ચાર એર સ્ટ્રાઈક થઈ છે. જેના લીધે મહિલાઓ અને બાળકો ગભરાઈ ગયા છે. વિસ્ટોફ ખૂબ જ શક્તિશાળી હતો, ભૂકંપ જેવો અનુભવ થયો હતો. આ હુમલામાં 32 લોકો માર્યા ગયા છે. અનેક ઘાયલ છે.

હૂથીઓ જવાબ આપવા તૈયાર

યમન પર હુમલો, ઈરાનને ચેતવણી

હુથીઓના મુખ્ય સમર્થક ઈરાનને કડક ચેતવણી આપી જૂથ માટેનું સમર્થન તાત્કાલિકપણે પાછું ખેંચી લેવાનો નિર્દેશ આપતાં ટ્રમ્પે કહ્યું કે, ‘અમેરિકા તમને સંપૂર્ણપણે જવાબદાર ઠેરવશે, અને અમે તેને હળવાશથી લઈશું નહીં. તેના ભયાનક પરિણામો ભોગવવા પડશે.’ ટ્રમ્પે તેમના ટ્રુથ સોશિયલ પ્લેટફોર્મ પર લખ્યું હતું કે, ‘તમામ હુથી આતંકવાદીઓ, તમારો સમય પૂરો થઈ ગયો છે, અને તમારે આજે હુમલો કરવાનું બંધ કરવું જોઈએ. જો આમ નહીં કરે, તો હું તમારા પર નરકનો એવો વરસાદ કરાવીશ કે, જે તમે પહેલાં ક્યારેય જોયો નથી!’

યમનના હૂથી રેડ સીમાં કરી રહ્યા છે હુમલો

હૂથીઓએ નવેમ્બર 2023થી આંતરરાષ્ટ્રીય શિપિંગ પર 100થી વધુ હુમલાઓ કર્યા છે, તેમણે વૈશ્વિક વેપારમાં વિક્ષેપ પાડ્યો છે. હુથીઓનું કહેવું છે કે ગાઝામાં ઈઝરાયલ-હમાસ યુદ્ધને કારણે પેલેસ્ટાઈનના સમર્થનમાં આ હુમલા કરવામાં આવી રહ્યા છે. આ હુમલાઓનો સામનો કરવા માટે, અમેરિકી સેનાએ મિસાઇલો અને ડ્રોનને રોકવા માટે મિશન હાથ ધર્યું છે. જે અત્યંત ખર્ચાળ બન્યું છે.

અગાઉ ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લા અલી ખામનેઈએ ટ્રમ્પ સાથે પરમાણુ કરાર પર વાતચીત કરવાનો ઈનકાર કરતા કહ્યું હતું કે ‘અમેરિકા સાથે કરારનો અર્થ વિશ્વાસઘાત થશે અને દેશ પર દબાણ પણ વધશે. ટ્રમ્પ પણ ઈરાન પર દબાણ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે અને આ દરમિયાન તેમણે યમનમાં પણ હુમલો કર્યો છે. હવે જોવાનું એ રહે છે કે ટ્રમ્પનું આગળનું પગલું શું હશે.’


Related Posts

Load more