હિન્દુ પંચાગનો પહેલો મહિનો ચૈત્ર આજથી શરૂ, જાણો મહત્ત્વ અને વ્રત-તહેવારોની યાદી

By: nationgujarat
15 Mar, 2025

Chaitra Month: ભારતીય પંચાંગનો પહેલો મહિનો ચૈત્ર છે. ચિત્રા નક્ષત્રથી સંબંધ હોવાના કારણે તેનું નામ ચૈત્ર પડ્યું છે. ચૈત્ર મહિનાથી જ વસંતનું સમાપન અને ગ્રીષ્મનો આરંભ થાય છે. સાથે જ શુભતા અને ઉર્જાનો પણ આરંભ થાય છે. આ મહિનાથી જ્યોતિષનો ખૂબ ગાઢ સંબંધ છે. આ વખતે ચૈત્ર મહિનો 15 માર્ચ એટલે કે આજથી શરૂ થઈ રહ્યો છે અને આ 12 એપ્રિલ સુધી રહેશે.

ચૈત્ર મહિનામાં પૂજાના લાભ

આ મહિનામાં સૂર્ય અને દેવીની ઉપાસના લાભદાયક હોય છે. આ મહિનામાં નામ યશ અને પદ પ્રતિષ્ઠા માટે સૂર્યની ઉપાસના કરવી ઉત્તમ હોય છે. શક્તિ અને ઉર્જા માટે દેવીની ઉપાસના કરવી જોઈએ. આ મહિનામાં લાલ ફળોનું દાન કરવું અને નિયમિત વૃક્ષ-છોડમાં જળ નાખવું.

ચૈત્રમાં ભોજનના નિયમ

ચૈત્ર મહિનાથી ધીમે-ધીમે અનાજ ખાવાનું ઓછું કરી દેવું જોઈએ. પાણી વધુ પીવું. વધુથી વધુ ફળ ખાવા. આ મહિનામાં ગોળ ખાવો જોઈએ નહીં પરંતુ ચણા ખાવા ખૂબ સારું હોય છે. ચૈત્રમાં વાસી ભોજન બિલકુલ ન ખાવું જોઈએ.

આ પણ વાંચો: માર્ચથી મે સુધી આ 5 રાશિના જાતકો ખાસ સાચવજો! શનિ-રાહુની યુતિથી બની રહ્યો છે પિશાચ યોગ

ચૈત્રમાં આવતાં પર્વ-તહેવાર

ચૈત્રમાં કૃષ્ણ પક્ષની પંચમીએ રંગ પંચમી મનાવવામાં આવે છે. આ મહિનામાં પાપમોચની એકાદશી પણ આવે છે. આ મહિનાથી નવસંવત્સરનો આરંભ પણ થાય છે. વાસંતિક નવરાત્રિનો શુભ પર્વ પણ આ મહિને આવે છે. આ મહિનાની નવમી તિથિએ શ્રીરામજીનો જન્મોત્સવ પણ મનાવવામાં આવે છે. આ દિવસે તમામ ધાર્મિક કાર્યો અને દાન વગેરેની પરંપરા છે.

પર્વ-તહેવારોની યાદી

15 માર્ચ 2025- ચૈત્ર મહિનાની શરૂઆત

16 માર્ચ 2025 – ભાઈબીજ

17 માર્ચ 2025- ભાલચદ્ર સંકષ્ઠી ચતુર્થી

19 માર્ચ 2025- રંગપંચમી

21 માર્ચ 2025- શીતળા સપ્તમી

22 માર્ચ 2025- શીતળા અષ્ટમી, બસોડા, કાલાષ્ટમી

25 માર્ચ 2025- પાપમોચિની એકાદશી

27 માર્ચ 2025- પ્રદોષ વ્રત, માસિક શિવરાત્રિ

29 માર્ચ 2025- સૂર્ય ગ્રહણ, ચૈત્ર અમાસ

30 માર્ચ 2025- ગુડી પડવો, ચૈત્ર નવરાત્રિ

31 માર્ચ 2025- ગણગૌર

06 એપ્રિલ 2025- રામનવમી

12 એપ્રિલ 2025- ચૈત્ર પૂનમ હનુમાન જયંતી


Related Posts

Load more