સૂર્યકુમારની ‘સનાતની’ ઘડિયાળમાં આખું અયોધ્યા, સોશિયલ મીડિયા પર વાયરલ ફોટો

By: nationgujarat
21 Aug, 2025

એશિયા કપ 2025માં માટે સૂર્યકુમાર યાદવના નેતૃત્વ હેઠળ ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. ઘણા લોકો આ ટીમથી નાખુશ છે. યશસ્વી જયસ્વાલ અને શ્રેયસ ઐયરની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે. બંને બેટ્સમેનોનો તાજેતરના સમયમાં શાનદાર રેકોર્ડ રહ્યો છે. ટીમની જાહેરાત કરવા માટે કેપ્ટન સૂર્યકુમાર પણ મુખ્ય પસંદગીકાર સાથે પ્રેસ કોન્ફરન્સમાં આવ્યો હતો.સૂર્યકુમારે આ દરમિયાન પત્રકારોના ઘણા પ્રશ્નોના જવાબ આપ્યા. આ દરમિયાન લોકોએ તેની ઘડિયાળ પર ખૂબ ધ્યાન આપ્યું. લોકોએ આ ઘડિયાળને ‘સનાતાની ઘડીયાળ’ તરીકે વર્ણવી છે. તેમાં ભગવાન શ્રી રામ અને હનુમાનજીની તસવીર છે. આ કેસરી રંગની ઘડિયાળે બધાનું દિલ જીતી લીધું. એક રીતે, આખું અયોધ્યા તેમાં સમાયેલું છે. સૂર્યાની ઘડિયાળનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો અને લોકો તેની કિંમતની ચર્ચા કરવા લાગ્યા.

સૂર્યાની ઘડિયાળ કેમ ખાસ ?

સૂર્યાની ઘડિયાળ ‘જેકબ એન્ડ કંપની’ની છે. આ રામ જન્મભૂમિ ટાઇટેનિયમ એડિશન ઘડિયાળ છે. ભારતીય T20 કેપ્ટને તેને ખાસ પોતાના માટે ડિઝાઇન કરી છે. તેની કિંમત લાખોમાં છે. તે સંપૂર્ણપણે વોટરપ્રૂફ છે. આ સ્વિસ ઘડિયાળ છે. તેને બનાવતી કંપની સ્વિટ્ઝર્લૅન્ડની છે અને ત્યાંની ઘડિયાળોની ખૂબ માંગ છે. ભારતમાં તેની કિંમત 34થી 65 લાખ રૂપિયા સુધી છે.

ભારત એશિયા કપ માટે તૈયાર

આ વર્ષે એશિયા કપ 9થી 28 સપ્ટેમ્બર દરમિયાન દુબઈ અને અબુ ધાબીમાં T20 ફોર્મેટમાં રમાશે. શુભમન ગિલ 12 મહિના પછી ટીમમાં પાછો ફર્યો છે અને તેની સાથે જસપ્રીત બુમરાહ અને કુલદીપ યાદવ પણ ટીમમાં જોડાયા છે. ગિલને ઉપ-કપ્તાન બનાવવામાં આવ્યો છે. શ્રેયસ ઐયર અને યશસ્વી જયસ્વાલને અવગણવા બદલ BCCIને ટીકાઓનો સામનો કરવો પડ્યો છે.


Related Posts

Load more