સુપ્રીમ કોર્ટે આપ્યો ઐતિહાસિક ચુકાદો, વૃદ્ધ માતા-પિતાની સારસંભાળ નહીં રાખો તો નહીં મળે મિલકત

By: nationgujarat
05 Jan, 2025

સુપ્રીમ કોર્ટે હાલમાં જ વૃદ્ધોને લઈને મહત્વપૂર્ણ નિર્ણય સંભળાવ્યો છે. આ નિર્ણય હેઠળ માતાપિતા તેમના બાળકોને મિલકત સોંપ્યા પછી જો તેઓ માતાપિતાની સંભાળ નહીં રાખે અને તેમને એકલા છોડી દે તો તેમની તમામ ટ્રાન્સફર કરેલી મિલકત રદબાતલ જાહેર કરવામાં આવશે. કોર્ટે કહ્યું કે, આ કાયદો લાભદાયી કાયદો છે, જેનો ઉદ્દેશ્ય વરિષ્ઠ નાગરિકોના અધિકારોને તેમની સામેના પડકારોને ધ્યાનમાં રાખીને સુરક્ષિત કરવાનો છે.

સુપ્રીમ કોર્ટે તાજેતરમાં જ વૃદ્ધોને લઈને એક ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય સંભળાવ્યો છે, જે વૃદ્ધોને ખૂબ જ ફાયદાકારક છે અને આ નિર્ણય પછી એક આશાનું કિરણ જાગ્યું છે કે સંતાનો તેમના વૃદ્ધ માતાપિતાની સંભાળ લેશે અને તેમની સાથે સારો વ્યવહાર કરશે. ભારતમાં પણ આવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં માતા-પિતા પોતાના બાળકોના નામે પ્રોપર્ટી ટ્રાન્સફર કર્યા બાદ બાળકો તેમની સાથે સારો વ્યવહાર કરતા નથી, તેમની કાળજી લેતા નથી અને તેમને એકલા છોડી દે છે, જો કે કોર્ટના નિર્ણય બાદ હવે તેઓ બિલકુલ આવું કરવાનું વિચારશે પણ નહીં.


Related Posts

Load more