વડોદરામાં ભાજપ કોર્પોરેટર મયુર ચોવટીયા અને કોર્પોરેશનના કર્મચારીઓ વચ્ચે છૂટા હાથની મારામારીનો વીડિયો વાયરલ

By: Nation Gujarat Team
02 Nov, 2026

Vadodara News : વડોદરા કોર્પોરેશનના વોર્ડ નંબર ચારના ભાજપના કોર્પોરેટર મયુર ચોવટીયા અને પાણી પુરવઠા વિભાગના કર્મચારીઓ વચ્ચે છુટા હાથની મારામારી થતા મામલો પોલીસ સુધી પહોંચ્યો છે. મારામારીનો વીડિયો પણ વાયરલ થતા ભાજપમાં ચર્ચાનો વિષય બન્યો છે.
આ અંગે સામસામે પોલીસ ફરિયાદ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હોવાનું જાણવા મળે છે.
વડોદરા શહેરના ખોડીયાર નગર પાસે આવેલા રામદેવ નગરમાં પાણીના મુદ્દે આજે બપોરે સ્થાનિક કોર્પોરેટર મયુર ચોવટીયા અને પાણી પુરવઠાના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા ત્યારે કોર્પોરેટર અને અધિકારીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી તેમાંથી ઉગ્ર સ્વરૂપ ધારણ થતા બંને વચ્ચે મારામારી થઈ હતી. જેમાં કોર્પોરેટરને માર પડ્યો હોવાનો વીડિયો વાયરલ થયો હતો આ અંગે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ અને કોર્પોરેટરે પોલીસ સ્ટેશન પહોંચી જઈ ફરિયાદ નોંધાવાની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ હવે કોની ફરિયાદ લે છે તે જોવાનું રહે છે.
કોર્પોરેટર અને પાણી પુરવઠા વિભાગના કર્મચારીઓ વચ્ચે થયેલી મારામારીનો વીડિયો વાયરલ થતા ભાજપમાં ચર્ચાનો વિષય બન્યો છે.
ભાજપમાં ચાલતી ચર્ચા મુજબ હાલના કોર્પોરેટર મયુર ચોવટીયા કેટલીક જગ્યાએ પોતાનું વર્ચસ્વ જમાવવા માટે ઉગતા સૂરજને પૂજો અને અગાઉના કોર્પોરેટરનું પતી ગયું છે જેથી મને પૂછ્યા સિવાય કામ કરવું નહીં તેવી જીદ પણ તેઓ અધિકારીઓ પર રોફ જમાવતા હતા.


Related Posts

Load more
Follow Us

Live Cricket Score