વજુભાઈ ડોડિયાના નિધન પર હાર્દિક પટેલની વિવાદિત કોમેન્ટ, તીખા તેવરથી શરૂ થયું રાજકારણ

By: nationgujarat
23 Oct, 2025

વિરમગામના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ સતત વિવાદિત નિવેદનને કારણે ચર્ચામાં રહેતા હોય છે. પરંતું વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે કંઈક એવું કર્યું કે લોકોએ તેમની ટીકા કરી. જોકે, વિવાદ વધતા બાદમાં તેમને સ્પષ્ટતા કરવી પડી છે.કોઈનું નિધન થાય તો લોકો શોક વ્યક્ત કરતા હોય છે. તો સોશિયલ મીડિયા પર લોકો ઓમ શાંતિ લખીને દુખની લાગણી વ્યક્ત કરતા હોય છે.  આ વખતે તેઓએ  જિલ્લા સહકારી બેંકના ડિરેક્ટર વજુભાઈ વલ્લભભાઈ ડોડીયાના આચાનક મોત પર શોકની લાગણી હોય ત્યારે ભાજપના વર્તમાન ધારાસભ્ય હાર્દિક પટેલની સોશિયલ મીડિયા પોસ્ટે વિસ્તારમાં રાજકારણને ગરમાવી દીધું છે

હાર્દિક પટેલે શું લખ્યું
હાર્દિક પટેલે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લખ્યું કે, જિલ્લા સહકારી બેંકના ડિરેક્ટરનું મૃત્યુ થાય તો કેટલા સમયમાં એ જગ્યા ભરવાની જોગવાઈ છે?”

કોઈના નિધન પર એક ધારાસભ્યની આવી વિવાવિદ કોમેન્ટથી પહેલા તો લોકો વિચારમાં પડી ગયા હતા. પરંતુ બાદમાં તેમના આ તીખા શબ્દોથી રાજકારણમાં ચર્ચા શરૂ થઈ ગઈ હતી.

કોણ છે વજુભાઈ ડોડિયા
68 વર્ષીય વજુભાઈ ડોડીયા પૂર્વ ધારાસભ્ય હતા. વિરમગામ જિલ્લા સહકારી બેંકના ડિરેક્ટર તરીકે જાણીતા હતા. તેમનું તાજેતરમાં હૃદયરોગને કારણે અચાનક અવસાન થયું.

વિવાદ બાદ હાર્દિક પટેલની સ્પષ્ટતા
આ મુદ્દે વિવાદ થતા હાર્દિક પટેલે સ્પષ્ટતા કરી હતી. હાર્દિક પટેલ સામે ખરાબ કોમેન્ટ કરવાનો આરોપ લાગતા, તેમણે કહ્યું કે,  તેમણે માત્ર શ્રદ્ધાંજલિ આપતી પોસ્ટ કરી હતી. અને વિરોધીઓએ તેમાં છેડછાડ કરીને બદનામ કરવાનો પ્રયાસ કર્યો. તેમણે મૂળ પોસ્ટના સ્ક્રીનશોટ શેર કરીને વજુભાઈના યોગદાનની પ્રશંસા કરી અને આ ઘટનાને રાજકીય ષડયંત્ર ગણાવ્યું.


Related Posts

Load more