લગ્નનાં 37 વર્ષ બાદ ગોવિંદા-સુનિતાના છૂટાછેડા ફાઇનલ?

By: Nation Gujarat Team
22 Aug, 2025

તાજેતરમાં બોલિવૂડ એક્ટર ગોવિંદા તેની ફિલ્મો કરતાં તેના અંગત જીવનને કારણે વધુ ચર્ચામાં છે. ઘણા સમયથી એવા અહેવાલો આવી રહ્યા છે કે તેમનું લગ્નજીવનમાં મુશ્કેલીઓ ચાલી રહ્યું છે. એવામાં હાલના હોટરફ્લાય (ન્યૂઝ વેબસાઈટ)ના રિપોર્ટે સૌકોઈને ચોંકાવી દીધી છે. અહેવાલમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે સુનિતા આહુજા અને ગોવિંદાનો છૂટાછેડાનો મામલો કોર્ટ સુધી પહોંચી ગયો છે.

લગ્નનાં 37 વર્ષ બાદ ગોવિંદા-સુનિતા છૂટાછેડા! હાઉટરફ્લાયના અહેવાલો અનુસાર, સુનિતા આહુજાએ ગોવિંદા પર છેતરપિંડી અને ક્રૂરતા જેવા ગંભીર આરોપો લગાવ્યા છે. એટલું જ નહીં, સુનિતા આહુજાએ ડિસેમ્બર 2024માં ગોવિંદાથી છૂટાછેડા માટે અરજી પણ કરી હતી. અહેવાલ મુજબ, સુનિતા આહુજાએ હિન્દુ લગ્ન અધિનિયમ હેઠળ છૂટાછેડા માગ્યા છે, જેમાં તેણે ગોવિંદા પર લગ્નેતર સંબંધો, ક્રૂરતા અને છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે. સુનિતા કોર્ટની સુનાવણીમાં ભાગ લઈ રહી છે, પરંતુ ગોવિંદા મોટા ભાગની સુનાવણીમાં હાજરી આપતો નથી. આ સમાચારે ચાહકોને આશ્ચર્યચકિત કર્યા છે. આ સમાચાર બહાર આવ્યા પછી દરેક જગ્યાએ તેના વિશે ચર્ચા થઈ રહી છે.

બાંદ્રા ફેમિલી કોર્ટમાં છૂટાછેડાની અરજી સુનિતા આહુજાએ 5 ડિસેમ્બર, 2024ના રોજ બાંદ્રા ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી હતી. એક્ટરની પત્નીએ હિન્દુ લગ્ન અધિનિયમ 1955ની કલમ 13(1) (i), (ia), (ib) હેઠળ કેસ દાખલ કર્યો છે, જેનો અર્થ છે કે છૂટાછેડા માટેનું કારણ લગ્નેતર સંબંધો, ક્રૂરતા અને છેતરપિંડી છે. કોર્ટે ગોવિંદાને સમન્સ પાઠવ્યું હતું, પરંતુ મે 2025માં કારણ દર્શાવવા માટે નોટિસ જારી ન થાય ત્યાં સુધી તે રૂબરૂ હાજર થયો નહોતો. જૂન 2025થી દંપતી કોર્ટ દ્વારા ફરજિયાત કાઉન્સેલિંગ સાથે આ બાબતોને ઉકેલવાનો પ્રયાસ કરી રહ્યું છે.

સુનિતા આહુજા વારંવાર વાતને નકારી રહી છે સુનિતા આહુજાએ અત્યારસુધી ઘણા મીડિયા ઇન્ટરવ્યૂમાં છૂટાછેડાના સમાચાર પર નિવેદન આપ્યાં છે. તાજેતરમાં સુનિતા આહુજાએ તેની નવી શરૂ કરેલી યુટ્યૂબ ચેનલ પર પણ આ વિશે વાત કરી હતી. સુનિતા આહુજાએ છૂટાછેડાના સમાચારને ખોટા ગણાવ્યા હતા, પરંતુ રિપોર્ટ સામે આવ્યા બાદ લાગી રહ્યું છે કે આ દંપતી સમાચારને છુપાવી રહ્યું છે.

મરાઠી એક્ટ્રેસ સાથે જોડાયું હતું એક્ટરનું નામ ‘ઝૂમ ટીવી’ના રિપોર્ટ અનુસાર, ગોવિંદાનું 30 વર્ષીય મરાઠી એક્ટ્રેસ સાથે એક્સ્ટ્રા મેરિટલ અફેર ચાલી રહ્યું છે. એને કારણે આ દંપતીના લગભગ ચાર દાયકા જૂના સંબંધોમાં ગંભીર તિરાડ પડી હતી.

ગોવિંદા અને સુનિતાના ગ્રે ડિવોર્સ થશે? જો ગોવિંદા અને સુનિતા છૂટાછેડા લે છે, તો તેને ગ્રે ડિવોર્સ કહેવામાં આવશે. જ્યારે કોઈ દંપતી 25થી 40 વર્ષ સુધી સાથે રહ્યા પછી છૂટાછેડા લે છે, ત્યારે તેને ‘ગ્રે ડિવોર્સ’ કહેવામાં આવે છે. આને ‘સિલ્વર સ્પ્લિટર્સ’ પણ કહેવામાં આવે છે. અમેરિકા અને યુરોપમાં આ શબ્દની લોકપ્રિયતા વધી છે, પરંતુ હવે ભારતમાં પણ એની ચર્ચા ઝડપથી વધી રહી છે.

સુનિતા અને ગોવિંદાનું પ્રેમપ્રકરણ કેવી રીતે શરૂ થયું? સુનિતાએ કહ્યું હતું કે તેની બહેનના લગ્ન ગોવિંદાના મામા સાથે થયા હતા. એ વખતે જ તેણે ગોવિંદાને પહેલીવાર જોયો હતો. એ વખતે સુનિતા 9મા ધોરણમાં હતી અને ગોવિંદા બીકોમના છેલ્લા વર્ષમાં હતો.

થોડી મુલાકાતો બાદ બંને એકબીજાના પ્રેમમાં પડી ગયાં. એક દિવસ પાર્ટીમાંથી પાછા ફરતી વખતે ગોવિંદાનો હાથ ભૂલથી સુનિતાના હાથને ટચ થયો, પરંતુ બંનેએ એકબીજાનો હાથ પકડી લીધો, આ રીતે બંનેના પ્રેમપ્રકરણની શરૂઆત થઈ હતી. થોડો સમય રિલેશનશિપમાં રહ્યા પછી ગોવિંદા અને સુનિતાએ 11 ડિસેમ્બર 1987ના રોજ લગ્ન કર્યાં.

નીલમ કોઠારી સાથે લગ્ન કરવા માગતો હતો 90ના દાયકામાં ગોવિંદા અને નીલમ કોઠારીનું અફેર હેડલાઇન્સમાં હતું. બંને ઘણી ફિલ્મોમાં સાથે જોવા મળ્યાં હતાં, જોકે એક ઇન્ટરવ્યૂમાં નીલમે કહ્યું હતું કે આ અફેરના સમાચાર માત્ર એક અફવા છે. આ દરમિયાન ગોવિંદાનો એક ઇન્ટરવ્યૂ હેડલાઇન્સમાં આવ્યો, જેમાં તેણે નીલમ સાથેના પોતાના સંબંધોની કબૂલાત કરી હતી.1990માં ‘સ્ટારડસ્ટ’ મેગેઝિનને આપેલા ઇન્ટરવ્યૂમાં ગોવિંદાએ કહ્યું હતું કે જ્યારે હું ફિલ્મોમાં વ્યસ્ત થઈ ગયો ત્યારે તેની અસર મારા અને સુનિતા વચ્ચેના સંબંધો પર પડી. સુનિતા અસુરક્ષિત અને ઈર્ષ્યા અનુભવવા લાગી. તે મને હેરાન કરતી અને હું ગુસ્સે થઈ જતો. અમારી વચ્ચે સતત ઝઘડા થતા રહેતા. આવી જ એક લડાઈમાં સુનિતાએ નીલમ વિશે કંઈક કહ્યું અને હું ગુસ્સે થઈ ગયો. મેં સુનિતા સાથેનો સંબંધ તોડી નાખ્યો. મેં સુનિતાને મારાથી દૂર રહેવા માટે કહ્યું અને તેની સાથે સગાઈ તોડી નાખી. જો સુનિતાએ ઝઘડાના 5 દિવસ પછી મને ફોન ન કર્યો હોત તો હું નીલમ સાથે લગ્ન કરી લેત.


Related Posts

Load more