રાશનકાર્ડ ધારકો માટે નવો નિયમ અને રાશન કાર્ડ ઇ-કેવાયસી કેવી રીતે પૂર્ણ કરવાની રીત જાણી લો

By: nationgujarat
30 Jan, 2025

જો તમને મફત રાશન જોઈતું હશે તો તમારે 15 ફેબ્રુઆરી પહેલા એક કામ કરી લેવું જરૂરી છે. રાશન કાર્ડ માટે ઇ-કેવાયસી કરાવવું ફરજિયાત છે. જો તમે ઇ-કેવાયસી નહીં કરાવો, તો તમને 15 ફેબ્રુઆરી 2025 પછી રાશન નહીં મળે. ફૂડ એન્ડ સપ્લાય ડિપાર્ટમેન્ટે રેશન કાર્ડ ઇ-કેવાયસી પૂર્ણ કરવા માટે 15 ફેબ્રુઆરી, 2025ની સમયમર્યાદા નક્કી કરી છે.

ભારત સરકાર દેશના નાગરિકો માટે ઘણી યોજનાઓ ચલાવે છે. આ સરકારી યોજનાઓનો લાભ કરોડો લોકોને મળે છે. ભારતમાં એવા ઘણા લોકો છે જેઓ આજે પણ બે સમયના ભોજનની વ્યવસ્થા કરી શક્તા નથી. આવા લોકોને સરકાર તરફથી સહાય આપવામાં આવે છે. રાષ્ટ્રીય ખાધ સુરક્ષા કાયદા હેઠળ, ભારત સરકાર દ્વારા ઓછા ખર્ચે અને મફતમાં રાશન આપવામાં આવે છે. આ યોજના દેશના તમામ રાજ્યોમાં લાગુ છે. સરકારે રાશનકાર્ડ ધારકો માટે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. જે અંતર્ગત માત્ર કેટલાક રાશનકાર્ડ ધારકોને જ લાભ મળી શકશે. 15 ફેબ્રુઆરી પછી રાશનકાર્ડ ધારકોને રાશનની સુવિધાનો લાભ નહીં મળે


Related Posts

Load more