વડોદરામાં બુટલેગરોને જાણે કાયદાનો કોઇ ડર જ રહ્યો નથી. માંજલપુરમાં બેફામ બુટલેગરોએ યુવકને માર માર્યો છે. પોલીસને બાતમી આપી હોવાના આરોપ સાથે આકાશ ઠાકરડા, ભાવુ દરબાર સહિતના 7 શખ્સો યુવક પર તુટી પડ્યા હતા.આકાશ ઠાકરડાએ તો નૈતિક પટેલ નામના વ્યક્તિને પટ્ટાથી માર માર્યો હતો. મારામારીની ઘટના CCTVમાં કેદ થઇ ગઇ છે. જો કે બીજી તરફ બુટલેગરોએ નૈતિક પર ધમકી આપી પૈસા માગતો હોવાનો પણ આરોપ લગાવ્યો છે. ઘટનાને લઇને માંજલપુર પોલીસ મથકમાં બંને તરફથી ફરિયાદ નોંધવામાં આવી છે.
સળગતા સવાલ
અસામાજિક તત્વો અવારનવાર બેફામ કેમ બને છે?
અસામાજિક તત્વોને કાયદાનો ભય કેમ નથી?
શું અસામાજિક તત્વો માટે અલગ કાયદો છે?
આતંક મચાવનારા લુખ્ખાઓની ધરપકડ ક્યારે થશે?
પોલીસ યોગ્યરીતે પેટ્રોલિંગ ક્યારે કરશે?
આ લુખ્ખાઓને કોણ કોણ છાવરી રહ્યું છે?
અસામાજિક તત્વો પર દાખલારૂપ કાર્યવાહી કેમ નથી થતી?
શું પોલીસ અને બુટલેગર વચ્ચે સાંઠગાંઠ છે?
શું પોલીસ આવા લુખ્ખાઓનો બચાવ કરે છે?