ભારતે U19 વર્લ્ડકપના ઇતિહાસનો સૌથી મોટો રન ચેઝ કર્યો

By: Nation Gujarat Team
05 Feb, 2026

ભારતે 10મી વખત U-19 વર્લ્ડ કપની ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. બુધવારે ટીમે બીજી સેમિફાઈનલમાં અફઘાનિસ્તાનને 7 વિકેટે હરાવ્યું. 6 ફેબ્રુઆરીએ ટીમ ઈન્ડિયાની ફાઈનલ મેચ ઇંગ્લેન્ડ સામે થશે.

હરારે સ્પોર્ટ્સ ક્લબમાં ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાને 50 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 310 રન બનાવ્યા હતા. ટીમ તરફથી ફૈઝલ શિનોઝાદા (110 રન) અને ઉઝૈરુલ્લાહ નિયાઝઈ (અણનમ 101 રન)એ સેન્ચુરીની ઇનિંગ્સ રમી હતી. ભારત તરફથી દીપેશ દેવેન્દ્રન અને કનિષ્ક ચૌહાણે બે-બે વિકેટ ઝડપી હતી.

311 રનના ટાર્ગેટના જવાબમાં, ભારતીય ટીમે ઓપનર આરોન જ્યોર્જ (115 રન)ની સદીની મદદથી 41.1 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને જીત ચેઝ કરી લીધી. ટીમ તરફથી વૈભવ સૂર્યવંશી (68 રન) અને કેપ્ટન આયુષ મ્હાત્રે (62 રન)એ ફિફ્ટી ફટકારી હતી. ભારતે ટુર્નામેન્ટના ઇતિહાસમાં આ સૌથી મોટો રન ચેઝ કર્યો છે. એટલું જ નહીં, ભારતે યુથ વન-ડેમાં આ સૌથી મોટો ટાર્ગેટ ચેઝ કર્યો છે.

આ મેચ કુલ 620 રન બન્યા, જે ભારત અને અફઘાનિસ્તાનની ટીમ વચ્ચે યુથ વન-ડે મેચમાં સૌથી વધુ છે. અગાઉનો રેકોર્ડ 521 રનનો હતો, જે 5 વર્ષ પહેલાં 27 ડિસેમ્બર 2021ના રોજ ICCના દુબઈ મેદાન પર બન્યો હતો.


Related Posts

Load more