પીએમ મોદી 28મી ફેબ્રુઆરીએ આવશે સાણંદ, સેમીકંડક્ટર પ્લાન્ટનું કરશે ઉદ્ઘાટન

By: Nation Gujarat Team
26 Feb, 2026
ગાંધીનગર: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાત અંગેનો વધુ એક પ્રવાસની રૂપરેખા ઘડાઈ રહી છે. એટલે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 28 ફેબ્રુઆરીના રોજ એક દિવસની ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. 28મી ફેબ્રુઆરીના એક દિવસના પ્રવાસ દરમિયાન અમદાવાદ જિલ્લાના સાણંદ ખાતે GIDC મુલાકાત આવી રહ્યા છે. આ મહત્વપૂર્ણ પ્રવાસ દરમિયાન તેઓ સાણંદ GIDC સ્થિત આવેલા માઇક્રોન સેમીકંડક્ટર ટેકનોલોજી ઇન્ડિયા પ્રા. લિમિટેડ કંપનીના (Micron Semiconductor Technology India Private Limited) નવા યુનિટનું ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત રહેવાના છે.
 ભવ્ય રોડ શો યોજાશે

પીએમ મોદી અંદાજે બપોરના ત્રણ વાગ્યે ગુજરાત આવશે. જેમાં પ્રધાનમંત્રીના સ્વાગત માટે સાણંદમાં એક ભવ્ય રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જે અંગેની માહિતી અનુસાર આ રોડ શો અંદાજે સાડા ત્રણ કિલોમીટર લાંબો રોડ શો સાણંદ GIDC ખાતે યોજાશે. પીએમ મોદીનો રોડ શો સાણંદ GIDC માં આવેલા હેલીપેડ ગ્રાઉન્ડથી શરૂ થઈને નવીન આકાર પામેલી માઇક્રોન કંપની સુધી યોજાશે. આ ત્રણ કિમીના રોડ શોમાં અંદાજે 1 લાખ લોકો ઉપસ્થિત રહે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
પીએમ નરેન્દ્ર મોદી 28 ફેબ્રુઆરીએ અંદાજે 3 વાગે અમદાવાદ એરપોર્ટ ખાતે આવશે. ત્યાંથી પીએમ નરેન્દ્ર મોદી હેલિકોપ્ટર મારફત સાણંદ GIDC ખાતે આવશે અને સાણંદ GIDCમાં અંદાજે 2 કલાકનું રોકાણ કરશે. ત્યારબાદ પીએમ નરેન્દ્ર મોદી દિલ્હી જવા રવાના થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસને લઈને સ્થાનિક ધારાસભ્ય તેમજ જિલ્લા ભાજપ સંગઠન ટીમ દ્વારા તૈયારી હાથ ધરવામાં આવી રહી છે. તેમજ ભાજપ નેતાઓ બેઠકોના દોર સાથે દ્વારા પૂરજોશમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અગાઉ જાન્યુઆરી મહિનામાં સોમનાથ સ્વાભિમાન પર્વ અને ગુજરાત વાઇબ્રન્ટ કોન્ફરન્સ ખાતે રાજકોટ એમ સૌરાષ્ટ્ર પ્રવાસે આવ્યા હતા. હવે ફેબ્રુઆરી મહિનાના અંતમાં પીએમ મોદી અમદાવાદના સાણંદ GIDC ખાતે મુલાકાતે આવી રહ્યા છે.

Related Posts

Load more