ક્યારેક તમે એલાર્મ વાગતા પહેલા જાગી જાઓ છો. કોઈ અવાજ નથી, કોઈ હલનચલન નથી, ફક્ત તમારા મનમાં બેચેની હોય છે. જો તમે દરરોજ સવારે વહેલા ઉઠો છો અને શા માટે તે સમજી શકતા નથી, તો બની શકે છે કે તમારું શરીર તમને કોઈ મહત્વપૂર્ણ સંદેશ મોકલી રહ્યું હોય. ચાલો સમજાવીએ કે તમારું શરીર શું કહેવાનો પ્રયાસ કરી રહ્યું છે
તમારી શારીરિક ઘડિયાળ શું છે?
સવારે 3:47 વાગ્યે અચાનક જાગવું એ સંયોગ જેવું લાગે છે, પરંતુ ઘણીવાર એવું નથી હોતું. આપણા શરીર 24-કલાકના ચોક્કસ ચક્ર પર કાર્ય કરે છે જેને સર્કેડિયન રિધમ કહેવાય છે. તે હોર્મોન પ્રકાશનથી લઈને શરીરના તાપમાન સુધી બધું નિયંત્રિત કરે છે. આ ચક્ર સવારે 2 થી 5 વાગ્યાની વચ્ચે સૌથી સંવેદનશીલ હોય છે. આ તે સમય છે જ્યારે કોર્ટિસોલ ધીમે ધીમે વધવાનું શરૂ કરે છે, જે તમને સૂર્યોદયની આસપાસ કુદરતી રીતે જાગવામાં મદદ કરે છે. પરંતુ જ્યારે તણાવ વધારે હોય છે, ત્યારે તમને ધીમેધીમે જગાડવાને બદલે, તે અચાનક તમને ઊંઘમાંથી બહાર કાઢે છે. આ કેટલાક કારણોસર થાય છે.
ઊંઘનો સૌથી મોટો દુશ્મન
સતત તણાવ માત્ર મૂડ ખરાબ કરતો નથી, પરંતુ ઊંઘની સાયકલ બદલી નાખે છે. રાત્રે શાંતિથી સૂવાની જગ્યાએ શરીર હાઈ એલર્ટ પર રહે છે. જેથી ગાઢ નિંદ્રામાંથી અજાનક જાગી જવાય છે. ખાસ કરી REM ઊંઘમાં મગજ સૌથી વધુ સક્રિય હોય છે. યાદો, ભાવનાઓ અને અધૂરા વિચાર આ સમયે પ્રક્રિયામાં હોય છે, આ કારણે તણાવગ્રસ્ત લોકો હંમેશા સવારે-સવારે REM ઊંઘમાંથી જાગે છે અને તેને આ પળ યાદ પણ રહે છે.
તમારી ઊંઘનો સમય તમારા વિશે શું જણાવે છે?
જો તમે દરરોજ 3થી 5 કલાક વચ્ચે ઉઠી જાવ છો તે તમારા ક્રોનોટાઇપનો ઈશારો કરે છે. એટલે કે તમારી પ્રાકૃતિક ઊંઘ- જાગવાનો સમય. કેટલાક લોકો સૂરજની સાથે ઉઠવા માટે બનેલા છે, જ્યારે કેટલાક મોડી રાત સુધી જાગીને સક્રિય હોય છે. આજની 9થી 5વાળી લાઇફસ્ટાઇલ હંમેશા આ જૈવિક ઘડિયાળ સાથે ટકરાઈ છે, જેને શોશલ જેટ લેગ કહેવામાં આવે છે. ખાસ કરીને નાઇટ આઉલ્સ (રાત્રે સક્રિય રહેતા લોકો) માટે ફરજીયાત સવારે ઉઠવું તણાવ અને અસંતુલનનું કારણ બની શકે છે.
તેનાથી બચવાના ઉપાય
સારી વાત છે કે સંપૂર્ણ રીતે લાચાર નથી. જો દરરોજ સવારે જલ્દી ઊંઘ ઉડી જાય છે તો આ વાતને અપનાવો-
તમારી ઊંઘની પેટર્નને ડાયરી કે નોટમાં નોંધો.
રાત્રે સ્ક્રીન ટાઈમ ઘટાડો, જેથી બોડી ક્લોક ભ્રમિત ન થાય.
સૂતા પહેલા કેફીન અને દારૂથી બચો, આ REM ઊંઘ બગાડે છે.
તણાવને દિવસભર મેનેજ કરો, ઊંડા શ્વાસ, ચાલવું અને લખવામાં મદદ કરી શકે છે.
જ્યાં સુધી સંભવ હોય, તમારા ક્રોનોટાઇપ પ્રમાણે દિનચર્યા બનાવો. નાના ફેરફાર પણ મોટી અસર દેખાડી શકે છે.
જો તમે સતત સવારે 3થી 5 વચ્ચે જાગી જાવ છો તો આ માત્ર ઊંઘની સમસ્યા નથી. તમારૂ શરીર તમારા તણાવ, લાઇફસ્ટાઇલ અને રૂટીન વિશે ચેતવણી આપી રહ્યું છે. આ સંકતોને સાંભળવા સારી ઊંઘ અને સારા સ્વાસ્થ્ય માટે જરૂરી છે.