‘તારક મહેતા કા ઉલ્ટા…’ ના બબીતાજી શૉ છોડશે? સલમાનના ‘બિગ બોસ 19’ માં ભાગ લે તેવી ચર્ચા

By: nationgujarat
04 Jun, 2025

Munmun Dutta Bigg Boss News: સુપરસ્ટાર સલમાન ખાનના પ્રખ્યાત રિયાલિટી શૉ બિગ બોસની 19મી સીઝન આવવાની જાહેરાત થઈ ગઈ છે. આ સાથે જ શૉમાં જોવા મળનારા સંભવિત સ્પર્ધકોના નામો પર અટકળો શરૂ થઈ ગઈ છે. હવે સમાચાર આવી રહ્યા છે કે ‘બબીતા ​​જી’ એટલે કે લોકપ્રિય કોમેડી શૉ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની મુનમુન દત્તા પણ આ વખતે ‘બિગ બોસ’ના ઘરમાં એન્ટ્રી લઈ શકે છે.

મુનમુન દત્તાને ફરી ‘બિગ બોસ’ માટે ઓફર મળી

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ફેમ અભિનેત્રી મુનમુન દત્તાને સલમાન ખાનના શૉમાં જોડાવાની તક મળી છે. નિર્માતાઓએ મુનમુન દત્તા સામે ‘બિગ બોસ સીઝન19’ માં ભાગ લેવા માટે પ્રસ્તાવ મૂક્યો છે.

નિર્માતાઓ છેલ્લા ઘણા વર્ષોથી ‘બિગ બોસ’ માટે મુનમુન દત્તાનો સતત સંપર્ક કરી રહ્યા છે. જોકે, દર વર્ષે અભિનેત્રી વિચાર્યા વિના આ ઓફરને નકારી કાઢે છે. આવી સ્થિતિમાં, આ વર્ષે ‘બિગ બોસ’માં જોડાવા અંગે તે શું નિર્ણય લે છે? તે તો સમય જ કહેશે.

મેકર્સ અને મુનમુન દત્તા તરફથી આ અંગે કોઈ નિવેદન આવ્યું નથી

‘બિગ બોસ સીઝન 19’માં તેની એન્ટ્રી અંગે અત્યાર સુધી મેકર્સ અને મુનમુન દત્તા તરફથી કોઈ નિવેદન આવ્યું નથી. હાલમાં, એ ખબર નથી કે મેકર્સ ‘બબીતાજી’ને આ શૉમાં ભાગ લેવા માટે મનાવી શક્યા કે નહીં? પરંતુ જો મુનમુન દત્તા બિગ બોસ સીઝન 19માં આવે છે, તો સલમાન ખાનનો શૉ ગ્લેમરસ બની જશે.

અભિનેત્રીએ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ને કહેવું પડશે અલવિદા

જો મુનમુન દત્તા બિગ બોસની નવી સીઝનમાં આવે છે, તો તેની લોકપ્રિયતા જોતા લાગે છે કે તે સરળતા કોઈ પણને હરાવી શકે છે. તેમજ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જો મુનમુન દત્તા ‘બિગ બોસ સીઝન 19’માં ભાગ લે છે, તો તેણે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શૉ છોડવો પડશે. હવે, સલમાન ખાનના શૉમાં એન્ટ્રી કરવા’ માટે શું મુનમુન તે શૉનું બલિદાન આપશે કે નહિ તે તો સમય જ જણાવશે.


Related Posts

Load more