ટીમ ઇન્ડિયાના કેપ્ટેન રોહિત શર્માએ બુઘવારે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં પોસ્ટ કરી ટેસ્ટ મેચ માટે સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. રોહિત શર્મા વન ડે મેચ રમશે. રોહિતની ટેસ્ટમાથી નિવૃતિ લેતા જ ટીમ ઇન્ડિયાનો નવો સુકાની કોણ હશે તેની ચર્ચા ટીમ ઇન્ડિયાના ફેન્સ કરી રહ્યા છે. 20 જૂને ભારત ઇંગ્લેન્ડ ખાતે ટેસ્ટ મેચ રમવા જશે. ઇંગ્લેન્ડ પ્રવાસે ભારતી ટીમને પાંચ ટેસ્ટ મેચ રમવાની છે. જો કે પહેલા એવા સંકેત હતા કે રોહિત શર્મા ઇગ્લેન્ડ પ્રવાસે ટીમની સુકાની કરશે પરંતુ અચાનક તેને નિવૃતિ જાહેર કરી છે.
રોહિત શર્મા પછી હવે ટીમ ઇન્ડિયા નો નવો સુકાની કોણ હશે તે માટે બે ખિલાડીઓની સંભાવના વધુ દેખાઇ રહી છે. નવા સુકાની પદે જસપ્રિત બુમરાહ, ગીલ, કે.એલ.રાહુલ હાલ પ્રબળ દાવેદાર મનાઇ રહ્યા છે. બુમરાહ કરતા ગીલ પર શકયતા વધી શકે છે કારણ કે તે એક યુવા ખિલાડી છે અને હાલ આઇપીએલમા ગુજરાત ટાઇટન્સ માટે સારી કેપ્ટનશીપ કરી રહ્યો છે. તો રાહુલ પણ એક અનુભવની દ્રષ્ટીએ પ્રબળ દાવેદાર છે રાહુલ હાલ ટીમમાં એવો ખિલાડી છે કે જે વિકેટકિપીંગ, ફિલ્ડીંગ અને બેટીંગ ત્રણેય ફોર્મેટમા ટીમને જરૂર હોય તે સ્થાન પર રમી સારુ પ્રદર્શન કર્યુ છે.
રોહિત શર્માની 11 વર્ષની લાંબી ટેસ્ટ કારકિર્દી રહી છે. રોહિતે 67 ટેસ્ટ રમી હતી, જેમાંથી તેણે 23 ટેસ્ટમાં કેપ્ટનશીપ કરી હતી. તેમણે 40.57 ની સરેરાશથી કુલ 4301 રન બનાવ્યા જેમાં 12 સદી અને 18 અડધી સદીનો સમાવેશ થાય છે. રોહિતે ટેસ્ટમાં ૮૮ છગ્ગા અને ૪૭૩ ચોગ્ગા ફટકાર્યા હતા.
રોહિત 2010 માં નાગપુરમાં દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ ડેબ્યૂ કરવાનો હતો, પરંતુ તે મેચમાં ટોસ પહેલા તેને એક વિચિત્ર ઈજા થઈ હતી. આ પછી તેનું ટેસ્ટ ડેબ્યૂ ત્રણ વર્ષ પછી થયું. તેણે ૨૦૧૩માં કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે વેસ્ટ ઈન્ડિઝ સામેની પોતાની પહેલી ટેસ્ટમાં સદી ફટકારી હતી. મુંબઈમાં પોતાની આગામી ટેસ્ટમાં તેણે બીજી સદી ફટકારી હતી. તે જ સમયે, રોહિતે તેની છેલ્લી ટેસ્ટ મેચ 26 ડિસેમ્બર 2024 ના રોજ ઓસ્ટ્રેલિયા સામે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમી હતી.
આઇપીલ એલ પછી ત20 જૂનથી ઈંગ્લેન્ડમાં પાંચ ટેસ્ટ મેચની શ્રેણી શરૂ થઈ રહી છે. હવે રોહીતની જગ્યાએ કોણ ટીમનો સુકાની બનશે તેના પર સૌની નજર છે. આ શ્રેણી માટેની ટીમ આગામી બે અઠવાડિયામાં જાહેર થવાની શકયતા છે.