ભારત અને ઓસ્ટ્રલીયા વચ્ચે રમાયેલી બોર્ડર ગાવાસ્કર ટ્રેફી 2025 મા ટીમ ઇન્ડિયાનુ ખરાબ પ્રદર્શન કર્યુ હતું જેના કારણે બીસીસીઆઇ હવે એકશન મોડમા આવી ગયુ. ટીમના ખરાબ પ્રદર્શન થતા બીસીઆઇએ કોચના સપોર્ટ સ્ટાફ ની હકાલપટ્ટી કરી દીધી છે તેવા સમાચાર મળ્યા છે. બીસીસીઆઇએ 4 સ્ટાફ સભ્યને દુર કરી દીધા છે જેમા આસિસ્ટન્ટ કોચ, ફિલ્ડીંગ કોચ. કંડિશનીગ કોંચ અને એક મસાજારનો સમાવેશ છે. આ કડકાઇ પગલામાં ગૌતમ ગંભીરના ખાસ મનાતા અભિષેક નાયરની પણ હકાલ પટ્ટી કરી દેતા ચર્ચાનો વિષય બન્યો છે. ગૌતમ ગંભીર જ્યારે કોલકત્તાની ટીમનો કોચ હતા ત્યારે જ અભીષેક નાયર તેમની સાથે જોડાયેલા હતા. ટીમ ઇન્ડિયાના હેડ કોચ તરીકે ગૌતમ ગંભીર જવાબદારી લીધા પછી અભીષેક નાયર પણ તેમની સાથે જોડાયા હતા. અભીષેક નાયરને 24 જુલાઇ 2024 ના રોજ ટીમ ઇન્ડિયાનો આસિસ્ટન્ટ કોચ તરીકે જવાબદારી આપવામાં આવી હતી.
આ પહેલા રાહુલ દ્રવિડ ટી 20 વિશ્વકપ પછી ટીમ ના કોચ તરીકેની જવાબદારીમાથી મુકત થયા હતા અને 9 જૂલાઇ 2024ના રોજ ગૌતમ ગંભીર ટીમ ના હેડ કોચ બન્યા હતા. ગૌતમ ગંભીરે કોલકતા નાઇટ રાઇડરના ટોપ કોચને ટીમમા સામેલ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે ટીમ ન્યુઝીલેન્ડ સામે 0-3 થી હાર મળી હતી અને ઓસ્ટ્રલીયા સામે પણ ટીમ સંઘર્ષ કરતી જોવા મળી હતી. હવે આગામી સ્ટાફ કોચના સભ્ય તરીકે કોણ આવશે અને ટીમ કેવી પ્રદર્શન કરશે તેના પર સૌની નજર રહેશે.