Gold and Silver Price updates : મિડલ ઈસ્ટમાં અસ્થિરતા અને એકથી વધુ દેશો વચ્ચે યુદ્ધની સ્થિતિ વધતાં MCX (મલ્ટી કોમોડિટી એક્સચેન્જ) પર કિંમતી ધાતુઓમાં ભારે તેજી જોવા મળી રહી છે. આજે બજાર ખૂલતાંની સાથે જ ચાંદીના ભાવમાં જબરદસ્ત તેજી નોંધાઈ હતી, જ્યારે સોનામાં પણ 1291 રૂપિયાનો મોટો ઉછાળો જોવા મળ્યો છે. કિંમતી ધાતુઓમાં આવેલી આ અચાનક તેજી રોકાણકારો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે.
સોનામાં 1291 રૂપિયાનો સીધો જમ્પ
સોનાના આંકડાઓ પર નજર કરીએ તો, MCX પર ઓક્ટોબરના સોનાનો અગાઉનો બંધ ભાવ (Previous Close) 150809 રૂપિયા હતો. આજે બજાર ખૂલતાં જ તેનો નવો ઓપન ભાવ (Open) સીધો 152100 રૂપિયા નોંધાયો હતો. આમ, જૂના બંધ ભાવ અને નવા ઓપન ભાવ વચ્ચે ગણતરી કરીએ તો બજાર ખૂલતાની સાથે જ સોનામાં 1291 રૂપિયાનો સીધો ઉછાળો જોવા મળ્યો છે.
બીજી તરફ, ચાંદીમાં પણ તેજીનો મોટો ચમકારો જોવા મળ્યો છે. ડિસેમ્બરની ચાંદીનો અગાઉનો બંધ ભાવ (Previous Close) 232118 રૂપિયા હતો, જેની સામે આજે નવો ઓપન ભાવ (Open) 235785 રૂપિયા ખૂલ્યો હતો. એટલે કે ઓપનિંગમાં જ 3667 રૂપિયાનો વધારો થયો હતો. ત્યારબાદ ટ્રેડિંગ સત્ર દરમિયાન ચાંદીએ 235988 રૂપિયાની ઊંચી સપાટી (High) વટાવતા અગાઉના બંધ ભાવની સરખામણીમાં મહત્તમ 3870 રૂપિયાનો જબરદસ્ત ઉછાળો નોંધાવ્યો હતો.