Related Posts
અમેરિકામાં ગુજરાતી મૂળના પુલકિત દેસાઈ પાર્સિપની (ન્યુ જર્સી)ના પ્રથમ ભારતીય-અમેરિકન મેયર બની ઈતિહાસ રચ્યો છે. યુએસ મરીન વેટરન અને ટેક પ્રોફેશનલ પુલકિત દેસાઈએ રેઝર-થિન ચૂંટણી જીતીને ઇતિહાસ રચ્યો. 3 જાન્યુઆરી 2026ના રોજ તેઓએ પાર્સિપનીમાં પ્રથમ ભારતીય-અમેરિકન અને એશિયન અમેરિકન મેયર તરીકે શપથ લીધા છે. પુલકિત દેસાઈને ડેમોક્રેટ પાર્ટી તરફથી જીત મળી છે. ટાઉનશિપમાં ડેમોક્રેટ મેજોરિટી પણ બની. સ્માર્ટ ડેવલપમેન્ટ, ઓવરક્રાઉડિંગ રોકવું, ટ્રાન્સપરન્સી અને એકાઉન્ટેબિલિટી એ તેમનો મુખ્ય એજન્ડા હતો. પાર્સિપનીમાં મોટી ઇન્ડિયન-અમેરિકન પોપ્યુલેશન ધરાવતા લોકોાં આ જીત એક મોટો માઈલસ્ટોન સાબિત થશે.