અમદાવાદના ઠક્કરબાપા નગરમાં વિધાનસભામાં કાર્યકર્તાઓને બોલાવવામાં ના આવતા વોટ્સએપ ગ્રુપમાં બળાપો ઠાલવ્યો છે. વોર્ડના કાર્યકર્તાઓની વિધાનસભા મુલાકાતના ફોટો ગ્રુપમાં પોસ્ટ થતા કાર્યકર્તાઓએ નારાજગી વ્યક્ત કરી હતી. કાર્યક્રમમાં ભીડ ભેગી કરવી હોય તો સૂચના આપે છે પણ આવા કાર્યક્રમોમાં કોઇ સૂચના ના મળતી હોવાની કોમેન્ટ થઇ હતી. પ્રતિનિધિઓ વ્હાલા દવલાની નીતિ અપનાવતા હોવાની વાત વોટ્સએપ ગ્રુપમાં કરવામાં આવી હતી.
ગુજરાતના 300 કલાકારોને બોલાવવામાં આવ્યા
ગુજરાત વિધાનસભામાં વિક્રમ ઠાકોરને બોલાવવામાં ના આવતા વિવાદ થયો હતો. તે બાદ મલ્હાર ઠાકર, હિતેન કુમાર સહિતના 300 કલાકારોને વિધાનસભા ગૃહમાં કાર્યવાહી જોવા માટે બોલાવવામાં આવ્યા હતા. વિધાનસભા મુલાકાતનો વિવાદ કલાકારો બાદ કાર્યકર્તાઓ સુધી પહોંચી ગયો છે. ઠક્કરબાપા નગર વિધાનસભાના કાર્યકર્તાઓએ વોટ્સએપ ગ્રુપમાં બળાપો કાઢ્યો છે.