રેસિપ્રોકલ ટેરિફથી બચવા માગતા દેશો સામે ટ્રમ્પે મૂક્યો વિકલ્પ

By: nationgujarat
29 Mar, 2025

Donald Trump News :  અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 2 એપ્રિલથી તમામ દેશો પર રેસિપ્રોકલ ટેરિફ લાદવાની તૈયારી કરી લીધી છે. જોકે, ટ્રમ્પ કહે છે કે જે દેશ આ પ્રકારના ટેરિફથી બચવા માગતો હોય તે મારી સાથે અલગ અલગ કરાર કરવા વાટાઘાટો કરી શકે છે હું તૈયાર છું.

ટ્રમ્પે પ્લાન કર્યો રિવીલ 

ટ્રમ્પે કહ્યું છે કે અમારી સરકાર દ્વારા 2 એપ્રિલથી ટેરિફ લાદવામાં આવ્યા બાદ પણ અલગ અલગ કરારો માટે વાટાઘાટો કરવા દરવાજા ખુલ્લા રહેશે. એટલું જ નહીં ટ્રમ્પે મેડિકલ ક્ષેત્ર પર ટેરિફ લાદવાની યોજનાનો પણ ઉલ્લેખ કર્યો. જોકે, તેમણે આ અંગે વિગતવાર માહિતી આપી ન હતી.

ટ્રમ્પની ટેરિફના દાયરામાં આવતા દેશોને સલાહ 

એરફોર્સ વનમાં મીડિયા સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું કે અમે ઘણા દેશો સાથે વાત કરી છે. બ્રિટન સહિત ઘણા દેશોએ આ ટેરિફ ટાળવા માટે અમારો સંપર્ક કર્યો છે. આ બધા દેશો એક સોદો કરવા માંગે છે. પણ અમે જણાવી દેવા માગીએ છીકે અમારી સાથે સોદો શક્ય ત્યારે જ છે  અમેરિકાને પણ આ સોદાથી ફાયદો થાય… પરંતુ હા એક વાત છે, હું પણ આવી ડીલ માટે તૈયાર છું.”


Related Posts

Load more