મોદી બહુ હોશિયાર છે, ટેરિફ વોર વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું

By: nationgujarat
29 Mar, 2025

ટેરિફ વોર વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા છે. તેમણે કહ્યું કે તેઓ સારા મિત્રો છે અને તેમને આશા છે કે બંને દેશો વચ્ચે ટેરિફ પરની વાતચીત સફળ થશે. અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે વિશ્વાસ વ્યક્ત કર્યો કે બંને દેશો વચ્ચે ચાલી રહેલી વેપાર મંત્રણાના સકારાત્મક પરિણામ આવશે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે પીએમ મોદી હાલમાં જ અહીં આવ્યા હતા અને અમે હંમેશા ઘણા સારા મિત્રો રહ્યા છીએ. ભારત વિશ્વમાં સૌથી વધુ ટેરિફ ધરાવતા દેશોમાંનો એક છે… તેઓ ખૂબ જ હોંશિયાર છે.

અમારી સારી વાતચીત થઈ’
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખૂબ જ સ્માર્ટ વ્યક્તિ છે અને મારા ખૂબ સારા મિત્ર છે. અમે ઘણા મુદ્દે  વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે મને લાગે છે કે ભારત અને આપણા દેશ વચ્ચે બધું જ સરસ થશે.

તમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદીની પ્રશંસા કરી હોય. આ પહેલા પણ ટ્રમ્પે પીએમ મોદીના વખાણ કર્યા હતા. તાજેતરમાં, પીએમ નરેન્દ્ર મોદીની યુએસ મુલાકાત દરમિયાન, ટ્રમ્પે પીએમ મોદીને એક મહાન નેતા અને પોતાને એક સારા વાટાઘાટકાર ગણાવ્યા હતા.

આ અઠવાડિયાની શરૂઆતમાં, જ્યારે પીએમ મોદીને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના તેમના સંબંધો વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે ટ્રમ્પના પ્રથમ કાર્યકાળ દરમિયાન ‘હાઉડી મોદી’ રેલી દરમિયાન બનેલી એક યાદગાર ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો. સુરક્ષા પ્રોટોકોલને અવગણીને ટ્રમ્પે પીએમ મોદી સાથે સ્ટેડિયમની મુલાકાત લીધી.પીએમ મોદીએ કહ્યું હતું કે હું તેમની હિંમત અને મારા પરના વિશ્વાસથી અભિભૂત છું. તેમણે એમ પણ કહ્યું કે રાષ્ટ્રપતિ પદ માટેના તેમના પ્રચાર દરમિયાન તેમના પર થયેલા હત્યાના પ્રયાસ બાદ પણ ટ્રમ્પે હિંમત બતાવી હતી.


Related Posts

Load more