કફ સિરપકાંડ મામલે રાજયસરકાર દ્વારા નિવેદન આપવામાં આવ્યું જાણો શું કહ્યુ સરકારે

By: nationgujarat
07 Oct, 2025

ગુજરાતની કફ સિરપમાં ઝેરી પદાર્થ ડાયથિલીન ગ્લાઇકોલ મળવાના ગંભીર મામલે રાજય સરકાર એલર્ટ દેખાઇ છે. આ ઘટનાને પગલે સરકારે તાત્કાલિક પગલા લીઘા છે. ઝેરી દવાનું ઉત્પાદન કરતી કંપની પર પ્રતિબંધ મુકી દીધો છે. પ્રતિબંધ મુકાયેલ કંપનીમાં શેપ ફાર્મા અને રેડનેક્ષ ફાર્માસ્યુટીકલનો સમાવેશ થાય છે. સરકારે આ બંને કંપનીઓમાથી માત્ર કફ સિરપ જ નહી પરંતુ અન્ય બાળકોની દવાઓ સહિત તમામ જથ્થો પણ જપ્ત કરી લીધો છે. અને બજારમાં વહેચાયેલ જથ્થો પણ પરત મંગાવી લીધો છે.

કફ સિરપકાંડની ગંભીરતાને ધ્યાને રાખીને રાજયનામંત્રી અને સરકારના પ્રવકતા રૂષીકેષ પટેલે નિવેદન આપ્યું છે કે, શેપ ફાર્મા કંપનીમાં તપાસ શરૂ કરવામાં આવી છે. રાજયમાં આવી ઓરલ દવાઓ બનાવતી 624 જેટલી પેઢીઓ છે. સરકાર તમામ દવાઓની ગુણવત્તાની તપાસ કરાવશે. કફ સિરપ સિવાયની બાળકો માટેની અન્ય ઓરલ મેડિસિન્સની પણ તપાસ કરવામાં આવી છે. ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે બેચનું સઘન તપાસ કરવામાં આવશે. સરકાર ફકત પ્રતિબંધ મુકીને અટકી નથી. આરોગ્ય વિભાગ હવે રાજયમા શેડ્યુલ એચ પ્રિસ્કિપ્શન દવાઓ અને ઉત્પાદનની માર્ગદર્શિકાની દવાઓ નુ પણ  રેન્ડમ ચેકિંગ શરૂ કરવામાં આવશે. દવાની ગુણવત્તામાં કોઇ ચેડા ન થાય અને રાજયના નાગરિકોને સુરક્ષિત દવાઓ મળે તે માટે સરકાર કટિબદ્ધ છે. કફ સિરપ કાંડમાં જે લોકો દોષિત હશે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.


Related Posts

Load more