આ છે ટીમ ઈન્ડિયાનો વર્લ્ડકપ 2027 સુધીનું ODI શેડ્યૂલ, જાણો ક્યારે અને ક્યાં રમાશે મેચ

By: nationgujarat
13 Mar, 2025

વર્ષ 2027નો ODI વર્લ્ડ કપ ઓક્ટોબરથી ડિસેમ્બરની આસપાસ યોજાશે. આ પહેલા ભારતીય ટીમ ઘણી બધી મેચ રમવાની છે. 2023ના ODI વર્લ્ડ કપ પછી બહુ ઓછી ODI મેચ રમાઈ હતી. આ સ્થિતિમાં 2026 ના T20 વર્લ્ડ કપ પછી ઘણી બધી ODI મેચો રમાશે. રોહિત શર્મા અને તેના ખેલાડીઓ 2027 વર્લ્ડ કપ પહેલા 27 વનડે મેચમાં ભાગ લેશે. ભારતે 8 ટીમો સામે 3-3 મેચની ODI શ્રેણી રમવાની છે. ભારત એક દેશ સામે બે વાર શ્રેણી રમશે. આ ઉપરાંત ટુર્નામેન્ટની નજીક કેટલીક વધુ ODI મેચો પણ સુનિશ્ચિત થઈ શકે છે. જોકે ભારત ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પછીના કેટલાક મહિનાઓ સુધી એક પણ ODI રમવાનું સુનિશ્ચિત નથી. ત્યારે ચાલી જાણીએ કે વર્ષ 2027 સુધી ટીમ ઈન્ડિયાનું ODI શેડ્યૂલ શું છે અને ભારત ક્યારે કઈ ટીમનો સામનો કરશે.ભારત આગામી ODI શ્રેણીમાં ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ઇંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, વેસ્ટ ઇન્ડીઝ અને શ્રીલંકા સામે એક-એક વખત રમશે. જ્યારે તે ODI સીરિઝમાં ન્યુઝીલેન્ડ સામે બે વાર રમશે. નવ સીરિઝમાંથી ભારત છ સીરિઝ ઘર આંગણે રમશે જ્યારે બાકીની સીરિઝ દેશની બહાર યોજાશે. તેની શરૂઆત ઓગસ્ટમાં બાંગ્લાદેશના પ્રવાસથી થશે જે આ વર્ષે રમાશે. ભારત ઓક્ટોબર-નવેમ્બર 2025માં ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર ત્રણ મેચની ODI સીરિઝ રમવાનું છે. દક્ષિણ આફ્રિકાની ટીમ નવેમ્બર-ડિસેમ્બરમાં ભારતનો પ્રવાસ કરશે.

2026 માં ઈન્ડિયા રમશે આટલી સીરિઝ

જાન્યુઆરી 2026 માં ન્યુઝીલેન્ડની ટીમ ભારતમાં એક ODI સીરિઝ રમશે. આ પછી ભારતે જૂનમાં અફઘાનિસ્તાન સામે ત્રણ મેચની શ્રેણી રમવાની છે. જુલાઈ 2026માં ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડના પ્રવાસ પર એટલી જ સંખ્યામાં ODI મેચ રમવાની રહેશે. વેસ્ટ ઇન્ડીઝની ટીમ સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં ભારતનો પ્રવાસ કરવાની છે. ઓક્ટોબર-નવેમ્બરમાં ન્યુઝીલેન્ડ સામે ઘર આંગણે વનડે સીરિઝ રમાશે. ડિસેમ્બર 2026 માં ભારત શ્રીલંકા વચ્ચે વનડે સીરિઝ યોજાશે.


Related Posts

Load more