આજે મંગળનું મકર રાશિમાં ગોચર, 5 રાશિના જાતકોનું ભાગ્ય ચમકવું નક્કી!

By: Nation Gujarat Team
16 Jan, 2026

Mangal Gochar January 2026: જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોના સેનાપતિ ગણાતા મંગળ દેવ આજે રાત્રે 3:51 વાગ્યે ધન રાશિમાંથી નીકળીને મકર રાશિમાં પ્રવેશ કરશે. મકર રાશિમાં મંગળ ‘ઉચ્ચ’ના બને છે, જેનો અર્થ છે કે આ રાશિમાં તેમની શક્તિ અને પ્રભાવ ચરમસીમા પર હોય છે. મંગળ ઉર્જા, સાહસ, પરાક્રમ અને નેતૃત્વનો કારક હોવાથી આ ગોચર કારકિર્દી અને નિર્ણય લેવાની ક્ષમતા પર ઊંડી અસર કરશે. જોકે, અશુભ સ્થિતિમાં મંગળ ક્રોધ, અકસ્માત અને વિવાદ પણ કરાવી શકે છે.

મંગળનું મકરમાં ગોચર: તમારી રાશિ પર કેવી અસર પડશે?

મેષ રાશિ 

મંગળ તમારી રાશિથી દસમા ભાવમાં એટલે કે કર્મના સ્થાને આવશે. આ સમય તમારા કરિયર માટે ખૂબ જ શાનદાર રહેવાનો છે. નોકરીમાં પ્રમોશન, નવી જવાબદારી અને માન-સન્માન મળવાના પૂરા યોગ છે. જેઓ નોકરી શોધી રહ્યા છે તેમને સફળતા મળી શકે છે, ખાસ કરીને સરકારી ક્ષેત્રના લોકોને મોટો ફાયદો થશે. વેપારીઓ માટે ધંધામાં વિસ્તાર કરવાનો આ યોગ્ય સમય છે, જોકે કામના ભારણને લીધે થોડું માનસિક ટેન્શન અને ખર્ચ વધી શકે છે.

વૃષભ રાશિ

તમારા નસીબના દ્વાર ખુલશે કારણ કે મંગળ નવમા ભાવમાં ગોચર કરશે. ભાગ્યનો સાથ મળવાથી અટકેલા કામો પૂરા થશે અને કરિયરમાં નવી દિશા મળશે. ઓફિસમાં સિનિયર્સનો સાથ મળશે અને વેપારમાં નવી તકો ઊભી થશે. મુસાફરીથી લાભ થશે અને ઘરમાં ધાર્મિક માહોલ રહેશે. પિતા કે ગુરુ તરફથી સારું માર્ગદર્શન મળી રહેશે.

મિથુન રાશિ

મંગળ આઠમા ભાવમાં જઈ રહ્યો છે, જે સંશોધન અને ફેરફાર લાવશે. જે લોકો રિસર્ચ, વીમો, ટેક્સ કે વિદેશી કામકાજ સાથે જોડાયેલા છે તેમને ફાયદો થશે. અચાનક ક્યાંકથી ધનલાભ થઈ શકે છે, પણ તેની સાથે ખર્ચ પણ વધશે. સાસરી પક્ષ સાથેના સંબંધોમાં સાવધાની રાખવી અને મનદુઃખ ન થાય તેનું ધ્યાન રાખવું.

કર્ક રાશિ

મંગળ સાતમા ભાવમાં હોવાથી તમારી મહેનતનું પૂરું ફળ મળશે. બિઝનેસમાં પાર્ટનરશિપમાં કરેલા કામોમાં નફો થશે અને લોકો સાથેના તમારા સંબંધો મજબૂત બનશે. જોકે, અંગત જીવનમાં થોડી શાંતિ રાખવી, કારણ કે ગુસ્સો અથવા જીદને કારણે જીવનસાથી સાથે અણબનાવ થઈ શકે છે.

સિંહ રાશિ

છઠ્ઠા ભાવમાં મંગળનું આવવું શત્રુઓ પર વિજય અપાવશે. જેઓ કોર્ટના કેસ કે કોઈ વિવાદમાં ફસાયેલા છે તેમને રાહત મળશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ સારો છે. નોકરીમાં વિરોધીઓ શાંત રહેશે, પણ તમારે તમારી તબિયત અને ફાલતુ ખર્ચ પર ધ્યાન આપવું પડશે.

કન્યા રાશિ

પાંચમા ભાવમાં મંગળ હોવાથી તમારી બુદ્ધિ અને પ્લાનિંગ પાવર વધશે. શિક્ષણ અને ક્રિએટિવ કામ સાથે જોડાયેલા લોકોને ફાયદો થશે. સંતાન પક્ષે કોઈ નવી જવાબદારી આવી શકે છે, પરંતુ તેનું પરિણામ પોઝિટિવ આવશે.

તુલા રાશિ

તમારા માટે મંગળ ચોથા ભાવમાં રહેશે. જમીન, મકાન કે ગાડી ખરીદવાના યોગ બની રહ્યા છે. પારિવારિક સુખ-શાંતિમાં વધારો થશે અને જો કોઈ જૂનો વિવાદ ચાલતો હોય તો તેનો ઉકેલ આવશે. રિયલ એસ્ટેટના કામમાં જોડાયેલા લોકોને આ સમયમાં સારો નફો મળી શકે છે.

વૃશ્ચિક રાશિ

તમારી રાશિના સ્વામી મંગળ ત્રીજા ભાવમાં હોવાથી તમારામાં ગજબનો આત્મવિશ્વાસ અને હિંમત જોવા મળશે. કરિયરમાં કોઈ નવું સાહસ કરશો તો તેમાં સફળતા મળશે. ભાઈ-બહેનો સાથેના સંબંધો સુધરશે અને ટૂંકી મુસાફરીથી પણ લાભ થવાની શક્યતા છે.

ધન રાશિ

બીજા ભાવમાં મંગળનું આવવું સંપત્તિમાં વધારો કરશે. પૈસા બચાવવા કે પ્રોપર્ટીમાં રોકાણ કરવા માટે આ સારો સમય છે. પણ યાદ રાખજો કે તમારી વાણી કડવી ન થઈ જાય, નહીંતર બનેલા કામ બગડી શકે છે. બોલતી વખતે શબ્દો પર કાબૂ રાખવો જરૂરી છે.

મકર રાશિ

મંગળ તમારી જ રાશિમાં ઉચ્ચનો થઈ રહ્યો છે, જે તમારા માટે ખૂબ જ પાવરફુલ સાબિત થશે. કરિયરમાં મોટો ઉછાળો આવશે અને નેતૃત્વ કરવાની તક મળશે. બિઝનેસમાં મોટો ફાયદો અને નોકરીમાં પ્રમોશનના યોગ છે. બસ, એટલું ધ્યાન રાખવું કે અહંકાર કે ગુસ્સામાં આવીને કોઈ ખોટો નિર્ણય ન લેવાય.

કુંભ રાશિ

મંગળ બારમા ભાવમાં હોવાથી ખર્ચમાં વધારો થઈ શકે છે. માનસિક રીતે થોડી બેચેની અનુભવશો. જો તમે વિદેશ જવા માંગતા હોવ અથવા વિદેશ સાથે જોડાયેલો બિઝનેસ કરતા હોવ તો તેમાં ફાયદો થઈ શકે છે. સ્વાસ્થ્ય બાબતે થોડા સતર્ક રહેવું.

મીન રાશિ

મંગળ અગિયારમા ભાવમાં રહેશે, જે તમારી આવકમાં વધારો કરશે. તમે જે પણ લક્ષ્ય નક્કી કર્યા છે તે પૂરા થશે. સામાજિક રીતે તમારું નેટવર્ક મજબૂત બનશે અને ઓફિસમાં નવી જવાબદારીની સાથે તમારું માન-સન્માન પણ વધશે.

 

 


Related Posts

Load more